સિંગતેલના ડબ્બા ભરી લેજો, એક અઠવાડિયામાં તેલના ભાવમાં થયો અધધધ ઘટાડો
Groundnut Oil Prices : સિંગતેલના ભાવમાં અઠવાડિયામાં 55 રૂપિયાનો ઘટાડો... માર્કેટમાં નહિવત ધરાકી અને સટ્ટાખોરો નિષ્ક્રિય થતાં ઘટાડો... ભાવમાં 1000 રૂપિયાનો ફરક હોવાથી લોકો કપાસિયા તરફ વળ્યા
Groundnut Oil prices Hike : 2023 ના વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવે માઝા મૂકી હતી. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો હતો. લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું છે. આવામાં માંડ રાહતના સમાચાર આવ્યા છે. કારણ કે પહેલીવાર સિંગતેલના ભાવમાં તોતિંગ ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં અઠવાડિયામાં 55 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ભાવ ઘટાડા થયા બાદ કપાસિયા અને સિંગતેલના ભાવમાં ડબ્બે 1000નો તફાવત જોવા મળી રહ્યો છે.
2023 ના શરૂઆતથી જ મોંઘવારી નાગરિકોના માથા પર મંડરાઈ રહી છે. જીવન જરૂરીયાતી તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમાં પણ 2023 નુ વર્ષ લોકો માટે અપશુકનિયાળ સાબિત થયુ હોય તેવુ લોકો અનુભવી રહ્યા છે. તેલના ભાવનું મીટર સતત અપ જઈ રહ્યું હતું. સીંગતેલના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો હતો. સિંગતેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો હતો. પરંતુ પહેલીવાર સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. પહેલીવાર એવુ બન્યુ છે કે, સિંગતેલના ભાવમાં અઠવાડિયામાં 55 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
સુખીસંપન્ન પાટીદાર સમાજ હવે ક્રાંતિના માર્ગે, આ કુરિવાજોને તિલાંજલિ આપવા કમર કસી
- 15 મે - 5 રૂપિયાનો ઘટાડો,
- 17 મે - 25 રૂપિયાનો ઘટાડો
- 18 મે - 5 રૂપિયાનો ઘટાડો
- 19 મે - 15 રૂપિયાનો ઘટાડો
- 20 મે - 5 રૂપિયાનો ઘટાડો
હજી ચોમાસું આવ્યું નથી ને ગુજરાતના જળાશયોમાં માત્ર આટલું જ પાણી બચ્યું, જુઓ રિપોર્ટ
કેમ વધે છે સિંગતેલના ભાવ
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને રૂ. 1300 થી 1650 સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે. દરરોજ 10 થી 12 હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. જોકે સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
સતત સિંગતેલની ડિમાન્ડ વધી રહી છે તેને કારણે સિંગતેલના ભાવ પણ વધી રહ્યા છે ઓઇલ મીલ ની અંદર મગફળી પીલાણ માટે આવવી જોઈએ તે આવતી નથી તેને કારણે સીંગતેલના ભાવ વધી રહ્યા છે આગામી દિવસોમાં સિંગતેલનો 15 કિલો નો ડબ્બો 3000 ને પાર પહોંચે તેવી વેપારીઓ શક્યતા દર્શાવી રહ્યા છે.
ભાવનગરમાં જર્જરિત ઈમારતનો એક ભાગ ધરાશાયી, અંદર ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરીને બચાવાયા