Rule Changes: નવો મહિનો શરૂ થતાની સાથે જ દેશમાં મહત્વના ફેરફાર પણ થયા છે. આ ફેરફારની અસર લોકોના ખિસ્સા પર પડશે. લોકોની રોજબરોજની જિંદગી પણ તેનાથી પ્રભાવિત થશે. દેશના લોકોએ આ મહત્વના ફેરફારો વિશે જાણવું જરૂરી છે નહીં તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ખાસ જાણો તેના વિશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
આજથી નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને દિવાળી પહેલા કડવાચોથના તહેવારે જ એલપીજી સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો ઝિંકાયો છે. હકીકતમાં પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં એકવાર ફરીથી વધારો કર્યો છે. આજથી 19 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયા કરતા વધુનો વધારો થયો છે. જો કે 14.2 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. 


અપ્રત્યાશિત લાભકરમાં વધારો
સરકારે દેશમાં ઉત્પાદિત કાચા તેલ પર Windfall Profit Tax વધાર્ય છે. જ્યારે ડીઝલની નિકાસ પર કરમાં કામ મૂક્યો છે. ઘરેલુ સ્તર પર ઉત્પાદિત કાચાતેલ પર એસએઈડી તરીકે લગાવવામાં આતો પ્રતિ ટન 9050 રૂપિયા વધારીને 9800 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. ડીઝલની નિકાસ પર એસએઈડીને ચાર રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને બે રૂપિયા પ્રતિ લીટર અને વિમાન ઈંધણ (એટીએફ) પર તેને એક રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે. પેટ્રોલની નિકાસ પર એસએઈડી પહેલેથી શૂન્ય છે. નવા દર પહેલી નવેમ્બરથી લાગૂ છે. 


બીએસઈ ફી
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે તે 1 નવેમ્બરથી ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ પર લેવડદેવડ ફીને વધારશે. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ઓપ્શન્સ પર આ ફી વધારવામાં આવશે. ફી વધારવાથી રીટેલ રોકાણકારો અને વેપારીઓ પર તેની નેગેટિવ અસર પડશે. 


જીએસટી ચલણ
એક નવેમ્બરથી 100 કરોડ રૂપિયા કે તેનાથી વધુનો બિઝનેસ કરનારાઓએ 30 દિવસની અંદર જ ઈ ચલણ પોર્ટલ પર જીએસટી ચલણ અપલોડ કરવાનું રહેશે. 


પોલીસી હોલ્ડરની કેવાયસી
ઈન્શ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(IRDAI) એ પણ મહત્વનું પગલું ભર્યું છે. હવે 1 નવેમ્બરથી તમામ વિમાધારકો માટે KYC ફરજિયાત કરાયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube