દાવોસ: વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ઓક્સફેમ (Oxfam)એ પોતાના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મીડિયા રિપોર્ટ દ્વારા મળતી માહિતી અનુસાર 'ટાઇમ ટૂ કેર'માં કહેવામાં આવ્યું છે કે વર્લ્ડના 2153 અરબપતિઓ પાસે 4.6 અરબ લોકો (વિશ્વની વસ્તીના 60 ટકા)ના મુકાબલે વધુ સંપત્તિ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં 70 ટકા વસ્તી પાસે કેટલું કુલ ધન છે, તેનું ચાર ગણું ધન ફક્ત એક ટકા ભારતીય અમીરો પાસે છે. એક ચોંકાવનારી વાત એ પણ છે કે દેશના 63 અરબપતિઓ પાસે દેશના બજેટ કરતાં વધુ ધન છે. જો આંકડાઓનું માનીએ તો 2018-19માં ભારતનું બજેટ 24 લાખ 42 હજાર 200 કરોડ રૂપિયા હતું. 


રિપોર્ટ કહેવામાં આવ્યું છે કે અમીર લોકો વધુ અમીર થઇ રહ્યા છે. અરબપતિઓની સંખ્યા વધી રહી છે. જો 2019 સાથે તુલના કરીએ તો તેમની સંપત્તિમાં પણ ઘટાડો નોંધાયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સીઇઓ એક સેકન્ડમાં 106 રૂપિયાથી વધુ કમાઇ છે, તો બીજી તરફ એક મહિલા ડોમેસટિક વર્કરને આટલા પૈસા કમાવવામાં ઘણો સમય લાગશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube