Privatization News: ખાનગીકરણ સામે વિરોધ છતાં સરકારે વધુ એક મોટી કંપનીને ખાનગી હાથોમાં સોંપી દીધી છે. આ બદિન સરકારી કંપનીને દિગ્ગજ બિઝનેસ મેન રતન ટાટાએ ખરીદી છે. આ સરકારી કંપની મોટા નુકસાનમાં ચાલી રહી છે અને આ પ્લાન્ટ 30 માર્ચ 2020 થી બંધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રતન ટાટાના હાથમાં કમાન
ઉલ્લેખનીય છે કે ઓડિશા સ્થિત નીલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડને ટાટા ગ્રુપની એક ફર્મને સોંપવામાં આવી રહી છે. તેની સંપૂર્ણ પ્રક્રિયા જુલાઈના મધ્ય સુધીમાં પૂરી થવાની સંભાવન છે. એક અધિકારીએ જણાવ્યું કે ટાટા સ્ટીલની યુનિટ ટાટા સ્ટીલ લોન્ગ પ્રોડક્ટ્સે આ વર્ષે જાન્યુઆરીમાં 12,100 કરોડ રૂપિયાના એન્ટરપ્રાઇઝ મૂલ્ય પર એનઆઇએનએલમાં 93.71 ટકા ભાગીદારી પ્રાપ્ત કરીને બોલી જીતી હતી. કંપનીએ જિંદલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ, નલવા સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ અને જેઅસડબ્લ્યુ સ્ટીલ લિમિટેડના એક જોડાણને પાછળ છોડી સફળતા મેળવી હતી. હવે જલદી રતન ટાટાની પેઢી તેનું ધ્યાન રાખશે.


આ 1 રૂપિયાની નોટ તમને બનાવી શકે છે લખપતિ! એક નોટના 7 લાખ રૂપિયા, જાણ કેવી રીતે?


અંતિમ તબક્કામાં પ્રોસેસ
એક અધિકારીએ ન્યુઝ એજન્સી પીટીઆઇ-ભાષાને જમાવ્યું, વ્યવહારો અંતિમ તબક્કામાં છે અને આગામી મહિનાના મધ્ય સુધીમાં ટ્રાન્સફર થઈ જવા જોઈએ. જોકે, સરકારની કંપનીમાં કોઈ ભાગીદારી નથી. તેથી વેચાણથી થતી આવક રાજકોષમાં જમા નહીં થાય અને તેના બદલે તે ઓડિશા સરકારના ચાર CPSE અને બે PSU ને જશે.


જર્મનીમાં PM મોદીએ કહ્યું- ભારત 'કરવું છે' 'કરવું જ છે' અને 'સમય પર કરવું છે'ના સંકલ્પ પર અગ્રેસર


દેવામાં ડુબેલી કંપની
તમને જણાવી દઈએ કે નીલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડનો કલિંગનગર, ઓડિશા ખાતે 1.1 મેટ્રિક ટનની ક્ષમતાવાળો એક ઇન્ટીગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ છે. આ સરકારી કંપની પણ ભારે નુકસાનમાં ચાલી રહી છે અને આ પ્લાન્ટ 30 માર્ચ 2020 થી બંધ છે. કંપની પર 31 માર્ચ 2021 ના 6,600 કરોડ રૂપિયાથી વધારાના દેવા અને જવાબદારીઓ છે, તેમાં પ્રમોટરોનો 4,116 કરોડ રૂપિયા, બેંકના 1,741 કરોડ રૂપિયા અન્ય લેણદાર અને કર્મચારીઓનું જંગી એરિયર્સ સામેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube