નવી દિલ્હી:  Gold Hallmarking: જો તમે પણ સોના-ચાંદીનો બિઝનેસ કરો છો તો તમારે માટે મોટા સમાચાર છે. તહેવારો પહેલાં સરકારે જ્વેલર્સને મોટી રાહત આપી છે. જોકે ગોલ્ડ હોલમાર્કિંગ (Gold Hallmarking) ને લાગૂ કરવાની ડેડલાઇનને વધારી દીધી છે. જ્વેલર્સ પાસે તેના માટે હવે 30 નવેમ્બર સુધીની તક છે, જ્યારે પહેલાં ગોલ્ડ હોલમાર્કિંગની ડેડલાઇન 31 ઓગસ્ટના રોજ પુરી થઇ ચૂકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

HUID નિયમોમાંથી પણ રાહત
ગોલ્ડ હોલમાર્કિંગ ઉપરાંત સમાચાર એ પણ છે કે જ્વેલર્સને હોલમાર્કિંગ યૂનિક આઇડી (HUID) ના નિયમોમાં પણ રાહત મળી શકે છે. (HUID) ના નિયમ ફક્ત હોલમાર્કિંગ સેન્ટર સુધી જ લાગૂ થશે. તેના દ્વારા જ્વેલર્સ અને કંઝ્યૂમર્સને ટ્રેસ કરવામાં નહી આવે. જ્વેલર્સ આ HUID ને લઇને ઘણી અસમંજસમાં હતા. જોકે સોનાની હોલમાર્કિંગને લઇને સૌથી મોટી સમસ્યા HUID ને લઇને આવી રહી હતી. કારણ કે એકવાર રજિસ્ટ્રેશન થયા બાદ ડિઝાઇનમાં ફેરફાર કરવામાં HUID ને મુશ્કેલી થઇ રહી છે. જ્વેલરીમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરતાં ફરીથી રજિસ્ટ્રેશન થશે, અને આ સૌથી મોટી મુશ્કેલીનું કારણ છે. 

BenQ: લોન્ચ થઇ ગયું છે ઝક્કાસ પિક્ચર ક્વોલિટીવાળુ 4K TV Projector, રૂમને બનાવશે સિનેમા ઘર, જાણો બધું


આ જ્વેલર્સને મળી છે છૂટ
આ વ્યવસ્થામાં કેટલાક યૂનિટ્સને અનિવાર્ય હોલમાર્કિંગમાંથી છૂટ મળી છે. 40 લાખ રૂપિયા સુધીના વાર્ષિક બિઝનેસવાળા જ્વેલર્સને જરૂરી હોલમાર્કિંગમાંથી રાહત આપવામાં આવી છે. તે એકમોને પણ છૂટ આપવામાં આવી છે, જે સરકારની વેપાર નીતિના અનુસાર આભૂષણા એક્સપોર્ટ અને પછી ઇંપોર્ટ કરે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રદર્શની સાથે સાથે સરકારની મંજૂરી વાળા B2B (બિઝનેસ ટૂ બિઝનેસ) સ્થાનિક પ્રદર્શની માટે પણ આમાંથી છૂટ મળશે. 


શામાં જરૂરી હોલમાર્કિંગ
હાલ, દેશના 256 જિલ્લામાં અનિવાર્ય ગોલ્ડ હોલમાર્કિંગના નિયમ લાગૂ છે. 18 કેરેટ, 22 કેરેટ સાથે હવે 20 કેરેટ, 23 કેરેટ અને 24 કેરેટની પણ પરવાનગી મળશે. જૂની જ્વેલરી પર નવા જ્વેલરી સાથે હોલમાર્ક પણ લગાવવા પડશે. આ ઉપરાંત ઘડીયાળ, ફાઉન્ટેન પેનમાં ઉપયોગ થનાર સોના અને કુંદન, પોલ્કી તથા જડતર આભૂષણો પર જરૂરી હોલમાર્કિંગમાંથી છૂટ આપી છે. 

ફરજિયાત હોલમાર્કિંગના નિયમ 16 જૂન 2021 થી લાગૂ છે. આ નિયમોને લઇને જ્વેલર્સ તૈયાર નથી અને તેના વિરૂદ્ધ જ્વેલર્સે હડતાળ પણ કરી હતી, જેમાં લગભગ હવે 350 એસોસિએશને ભાગ લીધો હતો. એસોસિએશનનું કહેવું છે કે તે ખૂબ કઠિન પ્રક્રિયા છે, જેમાં લાગૂ કરવામાં સમય લાગશે અને તે તેના માટે અત્યારે તૈયાર નથી. તેનાથી મોટી કંપનીને છોડીને નાના મોટા જ્વેલર્સના વેપાર ઠપ થઇ જશે. 

7th Pay Commission: સપ્ટેમ્બરના પગારમાં મળશે Double Bonanza! આટલો થશે વધારો


ફરજિયાત હોલમાર્કિંગના નિયમ 16 જૂન 2021 થી લાગૂ છે. આ નિયમોને લઇને જ્વેલર્સ તૈયાર નથી અને તેના વિરૂદ્ધ જ્વેલર્સે હડતાળ પણ કરી હતી, જેમાં લગભગ હવે 350 એસોસિએશને ભાગ લીધો હતો. એસોસિએશનનું કહેવું છે કે તે ખૂબ કઠિન પ્રક્રિયા છે, જેમાં લાગૂ કરવામાં સમય લાગશે અને તે તેના માટે અત્યારે તૈયાર નથી. તેનાથી મોટી કંપનીને છોડીને નાના મોટા જ્વેલર્સના વેપાર ઠપ થઇ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube