નવી દિલ્હી : નોટબંધી પછી ચલણમાં આવેલી 2000 અને 200 રૂ.ની નોટ મામલે મોટા સમાચાર સામે આ્વ્યા છે. જો તમારી પાસે પણઆવી નોટ હશે તો મોટું નુકસાન થઈ શકે છે. આરબીઆર તરફથી એલાન કરવામાં આવ્યું છે કે જો આ નોટ કોઈ કારણોસર ગંદા થી ગયા હશે તો એને બેન્કમાં બદલી નહીં શકાય અને જમા પણ નહીં કરી શકાય. હકીકતમાં આરબીઆઇએ કરન્સી નોટોની એક્સચેન્જના નિયમોમાંથી આ નોટોને બાકાત રાખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2000ની નોટ 8 નવેમ્બર, 2016ના દિલસે તેમજ 200 રૂ.ની નોટ 2017ના ઓગસ્ટમાં ચલણમાં મુકવામાં આવી હતી. ફાટેલી કે ગંદી નોટોના એક્સચેન્જનો મામલો આરબીઆઇ (નોટ રિફંડ) રુલ્સ અંતર્ગત આવે છે. આ એક્ટમાં 5, 10, 50, 100, 500, 1,000, 5,000 અને 10,000 રૂ.ની કરન્સી નોટોનો ઉલ્લેખ છે પણ 200 અને 2,000 રૂ.ની નોટોને એમાં સ્થાન નથી આપવામાં આવ્યું. સરકાર અને આરબીઆઇએ પણ એક્સચેન્જમાં લાગુ કરાયેલા નિયમોમાં કોઈ બદલાવ નથી કર્યો. 


સેના થશે 30 દિવસ સુધી લડાઈ કરવા તૈયાર, 15 હજાર કરોડ રૂ.ના ખર્ચે તૈયાર થશે દારૂગોળો


હાલમાં 2,000 રૂ.ની કરન્સી મારફતે લગભગ 6.70 લાખ કરોડ રૂ. સરક્યુલેશનમાં છે.  દેશના કેટલાય રાજ્યોમાં રોકડની અછતની ફરીયાદો વચ્ચે તાજેતરમાં આર્થિક મામલાના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું હતું કે, 500, 200 અને 100 રૂપિયાના મુલ્યની નોટ લેણદેણમાં સુવિધાજનક છે અને રોકડની માગ પુરી કરવા માટે 500 રૂપિયાની નોટની છપાઈ પ્રતિદિન 3000 કરોડ રૂપિયા સુધી વધારવામાં આવી છે અને 2000ની નોટની છપાઈ બંધ કરવામાં આવી છે. બેંકરોએ કહ્યું છે કે નવી નોટોમાં ગંદી નોટોના બહુ ઓછા કિસ્સા સામે આવ્યા છે પણ  જો નિયમોમાં ફેરફાર નહીં કરવામાં આવે તો નજીકના ભવિષ્યમાં મોટી સમસ્યા ઉભી થઈ શકે છે. આરબીઆઇએ જાહેર કરેલી માહિતી પ્રમાણે હાલમાં જો નવી સિરિઝની નોટ ગંદી થઈ જાય કે ફાટી જાય તો એને બેન્કમાં નહીં બદલી શકાય. આ માટે નિયમમાં બદલાવ જરૂરી છે. જોકે હજી સુધી આ મામલે સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.