Republic Day Sale: પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ કંપનીઓ દ્વારા દેશના ગ્રાહકોને સ્પેશિયલ ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી રહી છે. જેમાં ગો એર દ્વારા હવાઇ મુસાફરી માટે ધમાકા ઓફર કરવામાં આવી છે. માત્ર 999 રૂપિયામાં હવાઇ મુસાફરીની ખાસ ઓફર અપાઇ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રજાસત્તાક પર્વે ખાનગી એરલાઇન કંપની ગો એર એક ખાસ ડિસ્કાઉન્ટ યોજના લઇને આવી છે. જેનાથી તમે માત્ર 999 રૂપિયામાં હવાઇ સફર કરી શકશો. આ ઓફર અંતર્ગત નવજાત શીશુંનું બુકિંગ નહી થાય. સાથોસાથ આ સ્કીમમાં ગ્રુપમાં યાત્રા માટે આ સ્કીમ હેઠળ બુકિંગ નહીં કરી શકાય. સાથોસાથ આ સ્કીમને અન્ય કોઇ સ્કીમ કે ઓફર સાથે જોઇન્ટ પણ નહીં કરી શકાય. ગો એર દ્વારા મુસાફરો માટે આ સ્કીમ વર્ષ દરમિયાન આવતી રજાઓ અને ફેસ્ટીવલને ધ્યાને રાખીને તૈયાર કરી છે.


ઓફરમાં શું છે ખાસ?
આ ઓફર અંતર્ગત 26 શહેરો માટે તમામ કર સાથે હવાઇ ટિકિટ બુક કરાવી શકાય છે. 
આ સ્કીમ હેઠળ ફ્લાઇટની બુકિંગ 26 જાન્યુઆરી 2019 સુધી કરી શકાશે. 
આ યોજના હેઠળ 9 ફેબ્રુઆરીથી 30 સપ્ટેમ્બર દરમિયાન મુસાફરી કરવાની રહેશે.
આ સ્કીમ હેઠળ બુકિંગ ઓનલાઇન સહિત વિવિધ ચેનલ દ્વારા કરી શકાશે. 
આ ઓફરનો લાભ વહેલા તે પહેલાના ધોરણે મળશે.