Retail Inflation Data: સામાન્ય જનતાને મોટી રાહત, દેશમાં રિટેલ મોંઘવારી દરમાં મોટો ઘટાડો
Retail Inflation Data: સરકારે શુક્રવારના આ ડેટા જાહેર કર્યા છે. આ ડેટા અનુસાર રિટેલ મોંઘવારીના ઘટવા પાછળ મુખ્ય કારણ ખાવાની વસ્તુઓની કિંમતમાં ઘટાડો છે. ગત વર્ષ એટલે કે જુલાઈ 2021 માં રિટેલ મોંઘવારી દર 5.59 ટકા પર રહ્યો હતો.
Retail Inflation Data: વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને મોટી રાહત મળી છે. જુલાઈમાં દેશમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 6.71 ટાક પર પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે, 5 મહિનામાં રિટેલ મોંઘવારી દર સૌથી નીચા સ્તર પર છે. આ પહેલા જૂનમાં રિટેલ મોંઘવારી 7.01 ટકા પર હતી. સરકારે શુક્રવારના આ ડેટા જાહેર કર્યા છે. આ ડેટા અનુસાર રિટેલ મોંઘવારીના ઘટવા પાછળ મુખ્ય કારણ ખાવાની વસ્તુઓની કિંમતમાં ઘટાડો છે. ગત વર્ષ એટલે કે જુલાઈ 2021 માં રિટેલ મોંઘવારી દર 5.59 ટકા પર રહ્યો હતો.
સરકારે આપી જાણકારી
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, જુલાઈ 2022 માં ખાદ્ય મોંઘવારી ઘટીને 6.75 ટકા પર પહોંચી ગઈ છે. જૂન 2022 માં તે આંકડો 7.75 ટકા હતો. જોકે, આરબીઆઇના અનુમાનથી હજુ પણ આ વધારે છે, પરંતુ આ ઘટાડાએ મોંઘવારીના મોરચા પર થોડી રાહત જરૂર આપી છે.
આઝાદ ભારતના પહેલા PM ને તો જાણતા જ હશો, પરંતુ શું તમને ખબર છે કેબિનેટ મંત્રી કોણ હતા?
જાણો શું છે CPI આધારિત મોંઘવારી?
ઉલ્લેખનીય છે કે, કંઝ્યુમર પ્રાઈઝ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઇ સામાન અને સેવાઓની રિટેલ કિંમતમાં ફરેફારને ટ્રેક કરે છે. જેને પરિવાર પોતાના દરરોજના ઉપયોગ માટે ખરીદે છે. મોંઘવારીને માપવા માટે તેને યુઝ કરે છે. આના પરથી અંદાજ મળે છે કે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન CPI માં કેટલી ટકાવારીમાં વધારો થયો છે. આરબીઆઇ અર્થવ્યવસ્થામાં કિંમતોમાં સ્થિરતા રાખવા માટે આ આંકડા પર નજર રાખે છે. સીપીઆઇમાં એક વિશેષ કોમોડિટી માટે રિટેલ કિંમતોને જોવામાં આવે છે. તેન ગ્રામિણ, શહેરી અને આખા ભારતના સ્તર પર જોવામાં આવે છે. જો ટેક્નિકલ ભાષામાં સમજીએ તો એક સમયગાળોમાં અંડર પ્રાઈઝ ઇન્ડેક્સમાં ફેરફારને સીપીઆઇ આધારિત મોંઘવારી અથવા રિટેલ મોંઘવારી કહવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube