Train Final Chart: જો તમે પણ ટ્રેનની સફર કરો છો તો આ અહેવાલ તમારા કામનો બની શકે છે. જી હા, અત્યાર સુધી ઘણા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે રેલ્વે ચાર્ટ ટ્રેન ઉપડવાના ચાર કલાક પહેલા તૈયાર કરવામાં આવે છે. જો કોઈ મુસાફરે ચાર્ટ તૈયાર કરવા અને ટ્રેન ઉપડવાની વચ્ચે તત્કાલ અથવા પ્રીમિયમ તત્કાલ ટિકિટ બુક કરાવી હોય તો તેને ઘણી મૂંઝવણનો સામનો કરવો પડે છે. આવી કોઈપણ સમસ્યામાંથી રાહત આપવા માટે રેલવે ચાર્ટિંગ નિયમોમાં મોટા ફેરફારોની તૈયારી કરવા જઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર્ટ ટાઈમિંગને લઈને ફેરફાર કરવાની તૈયારી
રેલવે તરફથી હવે અંતિમ ચાર્ટ બનાવવાના ટાઈમિંગને લઈને ફેરફાર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. અત્યારે રેલવે તરફથી અંતિમ ચાર્ટ ટ્રેન ઉપડવાના સમયથી પાંચ મિનિટ પહેલાનો છે. પરંતુ હવે આ ટાઈમને વધારીને 15 મિનિટ કરવાની તૈયારી ચાલી રહી છે. પાંચ મિનિટ પહેલા બનનાર છેલ્લા ચાર્ટમાં ઘણીવાર અંત સમયે ટિકીટ બુક કરાવનાર યાત્રીઓની માહિતી જોવા મળતી નથી. તેનાથી મુસાફરોને પરેશાની થાય છે. તેણે જોતા રેલવે તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.


20 ડિસેમ્બરે આ ચાર્ટ વિશે લેટર જાહેર કરાયો
રેલવે બોર્ડના ડાયરેક્ટર પેસેન્જર માર્કેટિંગ સંજય મનોચાએ પૂર્વોત્તર રેલવે સહિત તમામ રીજનલ રેલવેને 20 ડિસેમ્બરે લેટર જાહેર કરીને આ વિશે રિપોર્ટ માંગ્યો છે. બે જાન્યુઆરી સુધી તેના પર જવાબ માંગવામાં આવ્યો છે. 2 જાન્યુઆરી બાદ આ પ્રોસેસને આગળ વધારવામાં આવશે. તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા ફાઈનલ ચાર્ચ બનવાનો સમય ટ્રેન ઉપાડવાના 30 મિનિટ પહેલાનો હતો. તેનાથી છેલ્લા સમયે બુક થનાર ટિકીટની ડિટેલ એચએચટીમાં આવી જતી હતી. પરંતુ બાદમાં આ ટાઈમને ઘટાડીને પાંચ મિનિટનો કરી દેવામાં આવ્યો.


પાંચ મિનિટ પહેલા બનનાર ચાર્ટથી ઘણા પ્રકારની સમસ્યાઓ...
ત્યારબાદ અંત સમયમાં બનનાર ટિકીટની જાણકારી ટીટીઈને મળનાર હેડ હેન્ડલિંગ ટર્મિનલમાં આવતી નહોતી. આઈઆરટીસી એસઓના સંરક્ષક ટીએન પાંડેયે જણાવ્યું હતું કે પહેલા અડધો કલાક પહેલો ચાર્ટ બનવાથી કોઈ પ્રકારની મુશ્કેલી આવતી નહોતી, પરંતુ પાંચ મિનિટ પહેલાવાળો નિયમ લાગૂ થયા બાદ ટિકીટ ચેકિંગ સ્ટાફ સિવાય યાત્રીઓને પણ પરેશાની થવા લાગી. પાંચ મિનિટ પહેલા ફાઈનલ થનાર ચાર્ટ ઘણીવાર સમયથી ડાઉનલોડ થઈ શકતો નથી.


ચાર કલાક પહેલા બને છે પ્રાઈમરી ચાર્ટ
તમને જણાવી દઈએ કે પ્રાથમિક ચાર્ટ ટ્રેન ઉપડવાના ચાર કલાક પહેલા તૈયાર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, દિલ્હીથી અમદાવાદ જતી રાજધાની એક્સપ્રેસ સાંજે 7.55 વાગ્યે ઉપડે છે. તેનો ચાર્ટ બપોરે 3.55 વાગ્યે તૈયાર થાય છે. ત્યારબાદ જો તત્કાલ, પ્રીમિયમ તત્કાલ અથવા અન્ય ક્વોટાની સીટ ખાલી રહે છે, તો મુસાફરો ટ્રેન ઉપડવાના પાંચ મિનિટ પહેલા તે બુક કરી શકે છે. પરંતુ ચાર્ટ પાંચ મિનિટ અગાઉ તૈયાર કરવામાં આવ્યો હોવાથી તે છેલ્લી ક્ષણે બુક કરાયેલ ટીટીઈ માટે સંપૂર્ણ રીતે ઉપલબ્ધ થઈ શકતી નહોતી. હવે આ સિસ્ટમમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે જોતાં 15 મિનિટ અગાઉ ચાર્ટ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.


ટીએન પાંડેએ જણાવ્યું હતું કે પાંચ મિનિટ અગાઉ તૈયાર કરવામાં આવેલ અંતિમ ચાર્ટ મુસાફરો અને રેલ્વે સ્ટાફને ઘણી મુશ્કેલીમાં મૂકે છે. આને ધ્યાનમાં રાખીને અમારી સંસ્થાએ રેલવે બોર્ડને પત્ર મોકલીને તેને આગળ વધારવા વિનંતી કરી હતી. જો આ સમય 5 મિનિટથી વધારીને 15 મિનિટ કરવામાં આવે તો સમસ્યાઓ દૂર થઈ જશે.