નવી દિલ્હીઃ 7th Pay Commission Update: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુબ સારા સમાચાર છે. તેને સરકાર તરફથી જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં વધારાનો ફાયદો મળવાની આશા છે. મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે કે કેન્દ્ર આગામી મહિને જુલાઈ 2023થી મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેની સીધી અસર કર્મચારીઓના પગાર પર પડશે અને પગારમાં વધારો થઈ શકે છે. વધતી મોંઘવારીને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએમાં 3-4 ટકાનો વધારો થવાની સંભાવના છે. 


ડિયરનેસ એલાઉન્સને બે વર્ષમાં બે વખત જાન્યુઆરી અને જુલાઈમાં વધારવામાં આવે છે. સરકારે માર્ચ 2023માં વધારો કર્યો હતો, જેને 1 જાન્યુઆરીથી લાગૂ કરવામાં આવ્યું હતું. સરકારના વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 42 ટકા થઈ ગયું છે. 


હજુ સત્તાવાર જાહેરાત બાદી
કેન્દ્રીય કર્મચારીઓને 42 ટકાના દરે મોંઘવારી ભથ્થુ આપવામાં આવી રહ્યું છે. નવા રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકાર તરફથી મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાની જાહેરાત જુલાઈથી કરી શકાય છે, ત્યારબાદ ડીએ વધીને 46 ટકા થઈ જશે. પરતું ડીએમાં વધારાને લઈને હજુ સુધી સરકાર તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. 


આ પણ વાંચોઃ Gold Rate: ગોલ્ડમાં 2500 રૂપિયા સુધીનો કડાકો...શું સોનું ખરીદવા માટે આ યોગ્ય સમય છે?


4 ટકા વધી શકે છે ડીએ અને ડીઆર
મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે મોંઘવારી રાહત પેન્શનરોને મળે છે. સત્તાવાર આંકડા પ્રમાણે 47.58 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી અને 69.76 લાખ પેન્શનર્સ છે, જેને આગામી ડીએમાં વધારાનો ફાયદો થશે. AICPI પ્રમાણે કર્મચારીઓના વેતનમાં 3થી 4 ટકાનો વધારો થઈ શકે છે. પરંતુ તે મે-જૂનના આંકડા પર નિર્ભર કરશે, જે સારા રહ્યાં તો 4 ટકા મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વધી શકે છે. 


આ રીતે સમજો પગારની ગણતરી
કોઈ કર્મચારીને 20 હજાર રૂપિયા મહિને પગાર મળે છે તો 42 ટકા ડીએ પ્રમાણે 8400 રૂપિયા થયા. તો ડીએ 46 ટકા પ્રમાણે 9200 રૂપિયા થયા. આ રીતે મહિનાના પગારમાં 720 રૂપિયા અને વાર્ષિક 9000 જેટલો વધારો થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube