નવી દિલ્હીઃ એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ હવે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ રહ્યાં નથી. એકવાર ફરીથી માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. ત્રીજા ક્વાર્ટરના પરિણામ બાદ બેજોસની સંપત્તિ આશરે 7 બિલિયન ડોલર ઓછી થઈ ગઈ છે. બેજોસની કુલ સંપત્તિ ઘટીને હવે 103.90 બિલિયન ડોલર થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેટ્સની કુલ સંપત્તિ 105.70 બિલિયન ડોલર
બિલ ગેટ્સની વાત કરીએ તો તેમની કુલ સંપત્તિ 105.70 બિલિયન ડોલર છે. મહત્વનું છે, 2018 પહેલા બિલ ગેટ્સ સતત 24 વર્ષ સુધી વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ રહ્યાં હતા. તે વર્ષે જેફ બેજોસની કુલ સંપત્તિ 160 બિલિયન ડોલર થઈ ગઈ અને તેઓ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા હતા. 


ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણે, એમેઝોનની નેટ ઇનકમમાં ત્રીજા ક્વાર્ટરમાં 26 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2017 બાદ આ પ્રથમ ક્વાર્ટર છે જ્યારે કંપનીને નુકસાન થયું છે. 

ચૂંટણીના પરિણામો બાદ સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજના ભાવ 


1987મા ફોર્બ્સના લિસ્ટમાં સામેલ થયા હતા બિલ ગેટ્સ
બિલ ગેટ્સ પ્રથમવાર 1.25 બિલિયન ડોલરની સંપત્તિની સાથે 1987મા ફોર્બ્સની લિસ્ટમાં વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા હતા. એક વર્ષ બાદ 1988મા ટોપ-400 (અમેરિકન)ની લિસ્ટમાં પ્રથમવાર જેફ બેજોસે જગ્યા બનાવી હતી. આ વર્ષે અપ્રિલ મહિનામાં જેફ બેજોસના વિશ્વના સૌથી મોંઘા છૂટાછેડા 36 બિલિયન ડોલરના થયા હતા.