નવી દિલ્હી: માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સને દુનિયામાં કોણ ઓળખતું નથી. તેમની સફળતા જ એવી છે કે હવે મોટાભાગના લોકો માટે પ્રેરણા બની ગયા છે. બિલ ગેટ્સને મળેલી સફ્ળતાએ જણાવ્યું કે માણસના સપના ખરેખર સાચા થાય છે. બસ જરૂર હોય છે તેના સખત મહેનત અને ધૈર્ય રાખવાની. હાલમાં બિલ ગેટ્સનો રિઝ્યૂમ ખુબ ચર્ચામાં છે. જોકે આ વાતથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ કે રિઝ્યૂમ કોઇ નોકરીની શોધી રહેલા વ્યક્તિ માટે કેટલો મહત્વપૂર્ણ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોકરી મેળવવા માટે રિઝ્યૂમ હોવો જોઇએ જે તમારી યોગ્યતા, અનુભવ અને કૌશલને સારી રીતે દર્શાવી શકે. રિઝ્યૂમ, હાયરિંગ માટે સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ વ્યક્તિ બિલ ગેટ્સએ તાજેતરમાં જ 48 વર્ષ પહેલાંનો પોતાનો રિઝ્યૂમ શેર કર્યો છે. તેમણે તેને શેર કરતાં કહ્યું કે તેમને વિશ્વાસ છે કે આજના રિઝ્યૂમના મુકાબલે ઘણો સારો છે. 


બિલ ગેટ્સ દ્વારા શેર કરવામાં આવેલા 1974 ના રિઝ્યૂમમાં તેમનું નામ વિલિયમ એચ ગેટ્સ છે. આ ત્યારનું છે જ્યારે તે હાર્વર્ડ કોલેજમાં ફર્સ્ટ ઇયરમાં ભણી રહ્યા હતા. બિલ ગેટ્સએ પોતાના રિઝ્યૂમમાં મેંશન કર્યું છે કે તેમણે ઓપરેટિંગ સિસ્ટમ સ્ટ્રક્ચર, ડેટાબે મેનેજમેન્ટ, કંપાઇલર કંસટ્રક્શન અને કોમ્યુટર ગ્રાફિક્સ જેવા કોર્સ કર્યા છે. રિઝ્યૂમમાં લખ્યું છે કે તેમને FORTRAN, COBOL, ALGOL, BASIC, વગેરે જેવી તમામ મુખ્ય પ્રોગ્રામિંગ લેંગ્વેંઝમાં અનુભવ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube