નવી દિલ્હીઃ Birla Corporation Ltd Q4 Results and Dividend: દેશની દિગ્ગજ કંપની બિરલા કોર્પોરેશન લિમિટેડે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. આ સાથે કંપનીએ ઈન્વેસ્ટરોને 100 ટકા ડિવિડેન્ડની જાહેરાત કરી છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીના નેટ પ્રોફિસમાં 127 ટકાનો મોટો વધારો જોવા મળ્યો છે. સાથે કંપનીએ મેનેજમેન્ટમાં ઘણા ફેરફાર કર્યાં છે. કંપનીએ આદિત્ય સારાવગીને ગ્રુપ ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર અને કાલીદાસ પ્રામાણિકને ચીફ માર્કેટિંગ ઓફિસર નિયુક્ત કર્યાં છે. બિરલા કોર્પોરેશનના ચીફ મેનેજમેન્ટ એડવાઇઝર પ્રચેતા મજૂમદારનો કાર્યકાળ 19 મેએ ખતમ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Birla Corporation Ltd Q4 Results and Dividend: 10 રૂપિયા પ્રતિ શેર ડિવિડેન્ડની જાહેરાત
શેર બજારને આપેલી જાણકારી પ્રમાણે કંપનીના બોર્ડે 7.70 કરોડ સાધારણ શેર પર 10 રૂપિયા પ્રતિ શેર ડિવિડેન્ડની જાહેરાત કરી છે. વાર્ષિક જનરલ મીટિંગમાં શેર હોલ્ડર્સને મળનાર ડિવિડેન્ડની ચુકવણી 30 દિવસમાં કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરમાં બિરલા કોર્પોરેશનનો કંડોસિડેટ નફો વાર્ષિક આધાર પર 84.95 કરોડ રૂપિયાથી વધી 193.3 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષમાં કંપનીનો નફો 926 ટકા વધી 421 કરોડ રૂપિયા થયો છે. FY23 માં તે 41 કરોડ રૂપિયા હતો.


આ પણ વાંચોઃ પ્રથમ દિવસે 50% કમાણીની તક, સોમવારે ઓપન થશે આ કંપનીનો IPO, જાણો દરેક વિગત


Birla Corporation Ltd Q4 Results: 10.8 ટકા વધ્યું બિરલા કોર્પોરેશનનું રેવેન્યૂ
બિરલા કોર્પોરેશન માર્ચમાં પૂર્ણ થયેલા ક્વાર્ટરમાં આવકની દ્રષ્ટિએ સારા સમાચાર આવ્યા છે. Q4 કંસોલિટેડ આવક વાર્ષિક આધાર પર 2462.6 કરોડ રૂપિયાથી વધી 2656.4 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2024માં કંપનીના રેવેન્યૂમાં વાર્ષિક આધાર પર 10.8 ટકાની તેજી આવી છે. FY2024 માં 8795 કરોડ રૂપિયાથી વધી 9478 કરોડ રૂપિયા (YOY) રહ્યું છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીના કારોબારી નફામાં 54.2 ટકાનો વધારો થયો છે અને તે 323 કરોડ રૂપિયાથી વધી 498 કરોડ રૂપિયા (YOY)થઈ ગયો છે.


આ પણ વાંચોઃ ઓપ્શન ટ્રેડિંગમાં રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે કરશો? બસ આ 10 પોઈન્ટ સમજી લો તો થશે ફાયદો


Birla Corporation Ltd Q4 Results: 
શુક્રવારે કારોબારી સત્રમાં બિરલા કોર્પોરેશન લિમિટેડના શેર બીએસઈ પર 4.50 ટકા વધી 1559.25  રૂપિયા પર બંધ થયા છે. એનએસઈ પર કંપનીના શેર 4.35 ટકાની તેજીની સાથે 1557.65 રૂપિયા પર બંધ થયા છે. બિરલા કોર્પોરેશનનો 52 વીક હાઈ 1802 રૂપિયા અને 52 વીક લો 913.90 રૂપિયા છે. કંપનીના સ્ટોકે છેલ્લા છ મહિનામાં ઈન્વેસ્ટરોને 18.85 ટકા અને એક વર્ષમાં ઈન્વેસ્ટરોને 58.92 ટકા રિટર્ન આપ્યું છે. બિરલા કોર્પોરેશનનું માર્કેટ કેપ 11.99 હજાર કરોડ રૂપિયા છે.