Cryptocurrency updates: બિટકોઈનમાં આજે સૌથી મોટો ઉછાળો, 1 દિવસમાં દોઢ લાખ મોંઘો
અઠવાડિયાના પ્રથમ દિવસે તેની કિંમત 5 ટકાથી વધુ વધીને 66,000 ડોલરને પાર કરી ગઈ હતી. ક્રિપ્ટો એક્સચેન્જ WazirX અનુસાર, બિટકોઈન 12.30 વાગ્યે 5.63 ટકાના વધારા સાથે 66,007 ડોલર એટલે કે રૂ. 52,59,804 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
નવી દિલ્હી: વિશ્વની સૌથી મોટી, સૌથી લોકપ્રિય અને સૌથી જૂની ક્રિપ્ટોકરન્સી બિટકોઈન (Bitcoin)ની કિંમતમાં આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના પ્રથમ દિવસે તેની કિંમત 5 ટકાથી વધુ વધીને 66,000 ડોલરને પાર કરી ગઈ હતી. ક્રિપ્ટો એક્સચેન્જ WazirX અનુસાર, બિટકોઈન 12.30 વાગ્યે 5.63 ટકાના વધારા સાથે 66,007 ડોલર એટલે કે રૂ. 52,59,804 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
બિટકોઈનની કિંમત 20 ઓક્ટોબર પછી પ્રથમ વખત 66,000 ડોલરને પાર કરી ગઈ છે. છેલ્લા 7 દિવસમાં તેમાં લગભગ 8 ટકા વધ્યો છે. 20 ઓક્ટોબરે તેની કિંમત 67,000 ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. પરંતુ ક્રિપ્ટો માર્કેટમાં બિટકોઈનનો હિસ્સો ઘટ્યો છે. ગયા મહિને વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટમાં તેનો હિસ્સો 46 ટકા હતો જે હવે ઘટીને 43 ટકા થઈ ગયો છે. નિષ્ણાતો માને છે કે બજાર ઝડપથી Altcoins તરફ આગળ વધી રહ્યું છે.
પદ્મ અવૉર્ડ 2020: ગુજરાતના આઠ લોકોને પદ્મ અવૉર્ડ એનાયત, જાણો કોણ કોણ છે લિસ્ટમાં...
નવા રેકોર્ડ પર ઈથર
સોલાણા (Solana) જેવા ટોકન વેપારીઓનું ધ્યાન ખેંચી રહ્યા છે. ટેથર, કાર્ડાનો ( Tether, Cardano) અને રિપલ XRP (Ripple XRP)ને પછાડીને સોલાના ક્રિપ્ટો ટેબલમાં ચોથા નંબર પર પહોંચી ગઈ છે. છેલ્લા 7 દિવસમાં તે 20 ટકાથી વધુ વધ્યો છે. દરમિયાન, વિશ્વની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઈથર (Ether) એક નવા રેકોર્ડ પર પહોંચી ગઈ છે. અત્યારે તે 3.78 ટકાના વધારા સાથે 4757 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. છેલ્લા 7 દિવસમાં તે 10 ટકાથી વધુ ચઢ્યો છે.
કાળજું કંપી જાય તેવી પાપીની કરતૂત: ગુજરાતની ત્રણ દીકરીઓને પીંખનાર આરોપી વિશે મોટા ખુલાસા
Shiba Inuમાં ભારે ઘટાડો
મજાક તરીકે શરૂ થયેલી ક્રિપ્ટોકરન્સી ડોગકોઈન (Dogecoin) માં પણ સોમવારે તેજી જોવા મળી રહી છે. તે 3.74 ટકાના વધારા સાથે રૂ. 21.69 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. તાજેતરમાં જોરદાર તેજી સાથે હેડલાઇન્સમાં રહેલ અન્ય એક મેમ ક્રિપ્ટો શિબા ઇનુમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. WazirX અનુસાર, તેમાં 7.77 ટકાના ઘટાડા સાથે રૂ. 0.00428 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. છેલ્લા 7 દિવસમાં તે 24 ટકાથી વધુ ઘટ્યો છે અને ટોપ ટેનમાંથી બહાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube