દેશમાં ખેડૂતો અને મોટી કોર્પોરેટ કંપનીઓના લોનને માફ કરવા ને તેમને સરકાર દ્વારા મળનારી ઘણા પ્રકારની સુવિધાઓ પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદે પ્રશ્ન ઉઠાવ્યો છે. ભાજપના સાંસદ રાજીવ ચંદ્વશેખરે રામાયણના પાત્ર શ્રવણ કુમારના Whatsapp પરથી મળેલા એક ફોટાને પોસ્ટ કરતાં તેમની તુલના દેશના મિડલ ક્લાસ સાથે કરી છે. જે દેશના અમીર કોર્પોરેટ્સ અને ગરીબ લોકોનો ઉઠાવી રહ્યો છે. તેની સાથે જ રાજીવ ચંદ્વશેખરે વડાપ્રધાન મંત્રી અને નાણા મંત્રીએ અપીલ કરી કે 2019 ના બજેટ (#Budget2019) માં મીડલ ક્લાસ, ખાસકરીને લોવર મિડલ ક્લાસને (GST) અને (Income Tax) ના રૂપમાં થોડી રાહત મળશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારા સમાચાર: આ બેંક ખાતાઓમાં જમા થશે 2500 રૂપિયા, સરકારે કરી જાહેરાત


શ્રવણ કુમાર સાથે તુલના!
રાજીવ ચંદ્વશેખરે જે ફોટો પોસ્ટ કર્યો છે, તેમાં શ્રવણ કુમારને મિડલ ક્લાસને ટેક્સ પેયર્સના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. ફોટામાં દર્શાવવામાં આવ્યું છે કે માતા-પિતાના રૂપમાં મિડલ ક્લાસે કોર્પોરેટ લોન અને ફાર્મ લોનના બોજાને પોતાના માથા પર ઉઠાવી રાખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મિડલ ક્લાસની કિંમત પર દેશના સૌથી ગરીબ અને સૌથી અમીર લોકોને ફાયદો પહોંચી રહ્યો છે. 

ગ્રાહકોને આ 8 મહત્વપૂર્ણ વાતોનો ઉઘાડ પાડતી નથી બેંક, અજાણ રહેશો તો થશે નુકસાન


લોન માફીનું રાજકારણ
થોડા દિવસો પહેલાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટીની જીત બાદ રાજ્યમાં ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોનને માફ કરવાની જાહેરાત ત્યાંની નવી સરકારોએ કરી છે. આ સાથે જ હવે કેંદ્વ સરકાર પર દબાન વધી ગયું છે કે તે આખા દેશમાં ખેડૂતોના માટે લોન માફીની જાહેરાત કરે. આ સાથે જ મોટા કોર્પોરેટને મળનાર લોન પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી છે મિડલ ક્લાસને સરકાર થોડી રાહત આપી શકે છે. ખાસકરીને જીએસટીના દરમાં ઘટાડો થવાની સંભાવના છે. આ ઉપરાંત આગામી વર્ષે બજેટમાં ઇન્કમ ટેક્સના દરમાં રાહત માંગ જનતા કરી રહી છે.