નવી દિલ્હીઃ ગરમીનો પાસો આસમાને છે. તાપમાન સામાન્ય 40 ડિગ્રીની પાર રહે છે. તેવામાં ઘરેથી બહાર નિકળવાનું મુશ્કેલ થાય છે. જે લોકોની પાસે એસી કાર છે, તેને થોડી રાહત જરૂર મળે છે. પરંતુ તાપમાનની અસર એટલી વધુ હોય ચે કે ઘરેથી નિકળવા પર એસી કારમાં ઘૂસ્યા છતાં તમારે થોડી રાહ જોવી પડે છે કે કારની અંદર ઠંડકનો અનુભવ થાય. શું તમને ખબર છે કે તમારી કારના કલરમાં પણ ગરમીની અસર ઓછી અને વધુ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિજ્ઞાનની એટલી સમજ દરેકને છે કે સફેદ કલર સૂર્યના પ્રકાશને વધુ રિફ્લેક્ટ કરે છે, જ્યારે કાળો કલર સૂર્યના પ્રકાશને સૌથી વધુ અવશોષિત કરે છે. તેથી જો તમારી કાર સફેદ, સિલ્વર કે આછા કલરના રંગની છે તો તે પ્રકાશ ઓછો અવશોષિત કરશે અને વધુ રિફ્લેક્ટ કરશે. તેનાથી કારમાં ઓછી ગરમી હશે. 


વાંચો બિઝનેસના અન્ય સમાચાર