500 રૂપિયા કિલોના ભાવે વેંચાતા કાળા ચોખા તમને બનાવી શકે છે લખપતિ, જાણો કેવી રીતે
Black Rice Farming : આજના સમયમાં ખેડૂતો ખેતીમાં અવનવા પ્રયોગો કરી અને લાખો રૂપિયાની કમાણી કરતાં થયા છે. આધુનિક ટેકનોલોજીના કારણે ખેતી કરીને પણ લાખોની કમાણી કરી શકાય છે. ખાસ કરીને કેટલાક એવા અનાજ છે જેની માંગ અને ભાવ બંને હંમેશા ઊંચા રહે છે. આ વસ્તુઓની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી શકાય છે.
Black Rice Farming : આજના સમયમાં ખેડૂતો ખેતીમાં અવનવા પ્રયોગો કરી અને લાખો રૂપિયાની કમાણી કરતાં થયા છે. આધુનિક ટેકનોલોજીના કારણે ખેતી કરીને પણ લાખોની કમાણી કરી શકાય છે. ખાસ કરીને કેટલાક એવા અનાજ છે જેની માંગ અને ભાવ બંને હંમેશા ઊંચા રહે છે. આ વસ્તુઓની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી શકાય છે. આવા અનાજની વાત કરીએ તો કાળા ચોખા બેસ્ટ વિકલ્પ છે.
આ પણ વાંચો:
સામાન્ય લોકોને રાહત આપવા સરકારે બનાવ્યો આ પ્લાન, ઘઉં અને ચોખાની કિંમતોમાં થશે ઘટાડો
35 પૈસાથી 900 રૂપિયાને પાર પહોંચ્યો મલ્ટીબેગર શેર, 1 લાખના બનાવી દીધા 25 કરોડ
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં કડાકો, સતત ચોથા દિવસે કિંમતમાં થયો ઘટાડો
કાળા ચોખાની માંગ માર્કેટમાં ખૂબ જ વધારે છે. કારણ કે કાળા ચોખા બીપી, ડાયાબિટીસ જેવી બીમારીઓમાં ફાયદાકારક સાબિત થાય છે. તેથી આ ચોખાની માંગ દિવસેને દિવસે વધી રહી છે. હાલ આ ચોખાની સૌથી વધુ ખેતી મણીપુર, સિક્કિમ, આસામમાં થાય છે.
કાળા ચોખા સામાન્ય સફેદ ચોખા જેવા જ હોય છે. કાળા ચોખાનો પાક તૈયાર થતા 100 થી 110 દિવસ લાગે છે. આ ચોખાના દાણા લાંબા હોય છે.
કાળા ચોખાની ખેતી ખેડૂતોને લાખોની કમાણી કરાવી શકે છે. સામાન્ય ચોખાની સરખામણીમાં તેના ભાવ પાંચ ગણા વધુ હોય છે. સફેદ ચોખા 80થી 100 રૂપિયા સુધી વેંચાય છે જ્યારે કાળા ચોખાના ભાવ કિલોના 250 રૂપિયાથી શરુ થાય છે અને 500 રૂપિયા સુધી મળે છે. સરકાર પણ કાળા ચોખાની ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે.