નવી દિલ્હી: જો તમે પણ નોકરીયાત છો અને ગ્રેજ્યુટીનો ફાયદો લેવા માટે તમે પાંચ વર્ષ સુધી રાહ જોઇ છે તો હવે એવું નહી થાય. જોકે સરકાર દ્વારા સોશિયલ સિક્યોરિટી કોડમાં ફેરફાર કરવાની આશા છે. ત્યારબાદ ગ્રેજ્યુટી પ્રાપ્ત કરવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ ફેરફાર થાય છેછે તો કોઇપણ કર્મચારી કોઇ કંપની અથવા સંસ્થામાં એક વર્ષ સુધી કામ કરવા પર ગ્રેજ્યુટી પ્રાપ્ત કરવાનો હકદાર થશે. અત્યારે સતત પાંચ વર્ષ સર્વિસ કરવા પર કર્મચારીને ગ્રેજ્યુટીનો ફાયદો મળે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી મહિને 8 દિવસ બંધ રહેશે બેંક, જુઓ રજાઓનું સંપૂર્ણ લિસ્ટ


આ ઉપરાંત એમ્પ્લોયીઝ પેન્શન સ્કીમ (EPS)માં સરકારની 1.16 ટકા ભાગીદારી યથાવત રહી શકે છે. સૂત્રોનું કહેવું છે કે સંસદના શિયાળુ સત્રમાં સરકાર દ્વારા સોશિયલ સિક્યોરિટી કોડ સાથે સંકળાયેલા બિલને રજૂ કરવાની આશા છે. બિલ રજૂ કરતાં પહેલાં તેમાં ઘણા ફેરફાર કરવામાં આવી શકે છે. પહેલાં પણ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા ગ્રેજ્યુટીની સમય સીમા પાંચ વર્ષથી ઘટાડી ત્રણ વર્ષ કરવામાં આવી શકે છે. 

દિવાળીના તહેવારો નિમિત્તે RBIએ બજારમાં ઠાલવી 1700 કરોડની નવી નોટો


'નવા કોડમાં મજૂર વિરોધી વાતો'
ભારતીય મજૂર સંઘના મહાસચિવ વિરજેશ ઉપાધ્યાયનું કહેવું છે કે સરકારે જે નવા સોશિયલ સિક્યોરિટી કોડ બનાવ્યું છે, તેમાં ઘણી વાતો મજૂર વિરોધી છે. તેમણે કહ્યું કે અમે સરકાર પાસે માંગ કરી છે કે ગ્રેજ્યુટી માટે પાત્રતાને પાંચ વર્ષથી ઓછી કરીને એક વર્ષ કરવી જોઇએ. 


ગ્રેજ્યુટી શું છે
ગ્રેજ્યુટી તમારા વેતન, એટલે તમારી સેલરીનો તે ભાગ છે, જે કંપની અથવા એમ્પ્લોયર એટલે કે એમ્પ્લોયર વર્ષોની સેવાઓ બદલી નાખે છે. ગ્રેજ્યુટી તે લાભકારી યોજના છે, જે નિવૃતિના લાભોનો ભાગ છે, અન નોકરી છોડવા અને પુરી થતાં કર્મચારીને કંપની દ્વારા આપવામાં આવે છે.