New Year Bike Price Hike: નવા વર્ષ પર ઓટોમોબાઈલ ઈન્ડરસ્ટ્રીમાં ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, પરંતુ સૌથી પહેલા આ ફેરફારોની શરૂઆત વાહનોની કિંમતમાં વધારો થવા જઈ રહી છે. જોકે, 1 જાન્યુઆરી 2025થી ભારતમાં બાઈક ખરીદવા મોંઘા થવા જઈ રહ્યા છે. અમુક બાઈક કંપનીઓ પોતાના પોપુલર બાઈક મોડલ્સની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે. જો તમે પણ નવા વર્ષે એક નવી બાઈક ખરીદવાની તૈયારીમાં છો તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે, કઈ બાઈક્સ છે જેની કિંમતો વધવા જઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio એ ફરી મચાવ્યો તહેલકો! ચૂપચાપ કર્યો આ પ્લાન લોન્ચ, નહીં વિચાર્યું હોય એવું મળશે..


બીએમડબ્લ્યૂ મોટરરાડે જાન્યુઆરી 2025થી ભારતમાં પોતાના તમામ મોડલ રેન્જની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે કિંમતોમાં 2.5 ટકા સુધીનો વધારો કરવામાં આવશે. બીએમડબ્લ્યૂ એ કિંમત વધારાનું કારણ ઈનપુટ ખર્ચમાં વધારાની સાથે સાથે મોંઘવારીમાં વધારો ગણાવ્યું છે. કિંમત વધારાથી કંપનીને ફાયદો થશે સાથે ક્વોલિટી જાળવી રાખવામાં મદદ મળશે.


ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાંથી એક માઠા સમાચાર; ઘરમાં મૃત મળી આ 30 વર્ષીય જાણીતી અભિનેત્રી


બીએમડબ્લ્યૂ જી 310 આરથી લઈને એસ 1000 આરઆર અને આર 1300 જીએસ સુધી બધુ આગામી વર્ષથી મોંઘું થઈ જશે. બીએમડબ્લ્યૂ ભારતમાં કિંમતોમાં વધારાની જાહેરાત કરનાર બીજી પ્રીમિયમ મોટરસાઈકલ નિર્માતા છે. ડુકાટી ઈન્ડિયાએ હાલમાં આગામી વર્ષથી કિંમતો વધારવાના પોતાના ઈરાદાની જાહેરાત કરી છે.


ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતોને પેન્શન આપે છે સરકાર,; દર મહિને ખાતામાં આવશે 3 હજાર


મૂલ્ય વૃદ્ધિની જાહેરાતે આ વર્ષના છેલ્લા મહિનામાં વેચાણ વધારવામાં પણ મદદ મળશે, જ્યારે માંગમાં મંદી ને જોતા વેચાણ સામાન્ય રીતે નીચલા સ્તર પર હોય છે. કંપની આગામી વર્ષ એફ 450 જીએસના પ્રોડક્શન વર્ઝન અનવીલિંગમાં વ્યસ્ત છે. મિડ સાઈજની એડીવીના મુકાબલે અપ્રિસિયા તુઆરેગ 457 જેવા બાઈક સાથે થઈ રહ્યોછે, જેનાથી આગામી વર્ષ લોન્ચ થવાની આશા છે.