Bonus Alert: મોનાર્ક નેટવર્ત કેપિટલ લિમિટેડના શેર (Monarch Networth Capital Ltd) કાલે સોમવારે કારોબાર દરમિયાન ફોકસમાં રહેશે. તેની પાછળ એક મોટી જાહેરાત છે. હકીકતમાં કંપનીએ રવિવાર, 28 જુલાઈએ 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. તેનો મતલબ છે કે રેકોર્ડ ડેટ પર શેરધારકોને એક શેર પર એક શેર ફ્રી આપવામાં આવશે. કંપનીએ હજુ રેકોર્ડ ડેટ જાહેર કરી નથી. મહત્વનું છે કે કંપનીના શેર શુક્રવારે 2 ટકા વધી 618 રૂપિયા પર બંધ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમવાર બોનસ શેર
નોંધનીય છે કે કંપનીએ પ્રથમવાર પોતાના શેરધારકો માટે બોનસ શેરની જાહેરાત કરી છે. કંપનીએ ક્યારેય પોતાના સ્ટોકને વિભાજીત કર્યાં નથી. પરંતુ કંપનીએ પોતાના શેરધારકો માટે ડિવિડેન્ડની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે કંપનીઓ તેમના ફ્રી રિઝર્વને એનકેશ કરવા, શેર દીઠ કમાણી (EPS) અને પેઇડ-અપ કેપિટલ વધારવા તેમજ અનામત ઘટાડવા માટે બોનસ શેર જારી કરે છે. શેરધારકોને આ શેર કોઈ વધારાના ખર્ચ વગર જારી કરવામાં આવે છે અને તેથી તેને ફ્રી શેરના રૂપમાં પણ માનવામાં આવે છે. મહત્વનું છે કે માત્ર તે ઈન્વેસ્ટરો બોનસ શેર માટે પાત્ર હશે જે એક્સ-ડેટ પહેલા શેર ખરીદશે. જો કોઈ ઈન્વેસ્ટર ેક્સ ડેટ પર કે ત્યારબાદ શેર ખરીદે છે, તે બોનસ શેર માટે પાત્ર હશે નહીં.


આ પણ વાંચોઃ OLA IPO: 2 ઓગસ્ટે ઓપન થશે ઓલા ઈલેક્ટ્રિકનો આઈપીઓ, એક ક્લિકમાં જાણો દરેક વિગત


શું કહ્યું કંપનીએ
એક એક્સચેન્જ ફાઈલિંગમાં કંપનીએ કહ્યું- કંપનીના ઈક્વિટી શેરધારકોને 1:1 ના રેશિયોમાં બોનસ શેર જારી કરવાની મંજૂરી આપવામાં આવી છે. કંપનીએ 300 કરોડ રૂપિયાનું ઈક્વિટી ફંડ ભેગું કર્યું છે. ફાઈલિંગમાં કહ્યું કે કંપનીના બોર્ડે રજીસ્ટર્ડ શેર મૂળીને વર્તમાન 65 કરોડ રૂપિયાથી વધારી 100 કરોડ રૂપિયા કરવાને મંજૂરી આપી છે.


કંપનીના શેર
મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડના શેર શુક્રવારે એનએસઈ પર 1.76 ટકા વધી 618 રૂપિયા પર બંધ થયા છે. વર્તમાન સ્તર પર કંપનીનું માર્કેટ કેપ ₹2,074 કરોડ છે. 2024માં અત્યાર સુધી શેરમાં 40 ટકા તો 12 મહિનામાં 90 ટકા તેજી આવી છે.