નવી દિલ્હીઃ Air Ticket Booking: હવાઈ સફર કરનારા લોકો માટે ખુશીના સમાચાર છે. જો તમે પણ આવનારા દિવસોમાં હવાઈ યાત્રા કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમને સસ્તામાં ટિકિટ મળી જશે. સરકાર તરફથી હટાવવામાં આવેલ ફેયર કેપ બાદ હવાઈ ભાડાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઘણા રૂટ્સ પર તો ભાડામાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે. એટલે કે હવે તમને 50 ટકા સસ્તામાં ટિકિટ મળી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હોય છે ફેયર કેપ?
મીડિયા રિપોર્ટ પ્રમાણે સરકારે પાછલા સપ્તાહે ફેયર કેપ હટાવવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે ફેયર કેપનો અર્થ છે કે કંપનીઓ નક્કી રમકથી ઓછું ભાડું ન રાખી શકે અને ન ઉપરની મર્યાદાથી વધુ વધારી શકે છે. 


કંપનીઓને ઘટાડ્યું ભાડું
તમને જણાવી દઈએ કે સરકારના આ નિર્ણય બાદ કંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે તૈયાર છે. આ કારણે આકાસા, ઈન્ડિગો, ગો ફર્સ્ટ, સ્પાઇસજેટ જેવી કંપનીઓએ ભાડામાં મોટો ઘટાડો કર્યો છે, ત્યારબાદ યાત્રીકો સસ્તામાં ટિકિટ બુકિંગ કરાવી શકે છે. 


આ પણ વાંચોઃ Call Center માં કામ કરતો સામાન્ય નોકરિયાત કઈ રીતે એક આઈડિયાથી બની ગયો અરબપતિ?


1500 રૂપિયામાં પણ કરી શકો છો હવાઈ સફર
અકાસા એરલાયન્સ શરૂ થવાને એક મહિનો થયો છે અને હવે કંપની મુંબઈ-બેંગલુરૂ રૂટ પર 2,000-2200 રૂપિયામાં હવાઈ સફર કરવાની તક આપી રહી છે. તો પાછલા મહિનાની વાત કરીએ તો તે સમયે રૂટનું ભાડુ 3948 રૂપિયા પ્રતિ વ્યક્તિ હતું. તો મુંબઈ-અમદાવાદ રૂટ પર પહેલા ભાડું 5000 રૂપિયા હતું જે હવે ઘટીને 1500 રૂપિયા પર આવી ગયું છે. 


મે 2020માં લગાવવામાં આવી હતી પ્રાઇઝ બેન્ડ
ઈન્ડિયન એરલાયનના અધિકારી પાસેથી મળેલી જાણકારી પ્રમાણે પાછલા મહિનાથી ટ્રાવેલ સેક્ટરમાં તેજી આવી છે, જેના કારણે ઘરેલૂ કંપનીઓના ભાડામાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે કંપનીઓને પોતાના કારોબારમાં તેજીની આશા છે. આ કારણે કંપની ગ્રાહકોને ખાસ ઓફર આપી રહી છે. સરકારે કોરોના કાળમાં મે 2020 દરમિયાન ઘરેલૂ ઉડાન પર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી હતી, જેથી કિંમતોમાં બિનજરૂરી વધારો ન થાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube