નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટૂ વ્હીલર્સ વાહન બનાવનારી કંપની Bajaj Auto એ ફેસ્ટિવ સીઝનમાં પોતાની લોકપ્રિય મોટરસાઇકલ પલ્સર ના બે વિરેએન્ટ Pulsar N250 અને Pulsar F250 લોન્ચ કરી છે. હવે પલ્સર બ્રાન્ડ હેઠળ 125cc થી 250cc સુધીની બાઇક આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1000 રૂપિયામાં બુક કરો પોતાની બજાજ Pulsar
નવી બજાજ પલ્સર  250 (Pulsar 250) નું ઓનલાઇન બુકિંગ શરૂ થવામાં થોડો સમય લાગશે. પરંતુ કંપનીના ડીલરશિપ સ્ટોર પર તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. આ બાઇક બુક કરાવવા માટે ગ્રાહકોએ 1 હજારથી 5 હજાર રૂપિયા સુધીની રકમ પહેલા જમા કરાવવી પડશે. બજાજે આ પહેલા બાઇકનું ટીઝર પણ રિલીઝ કર્યું હતું. જેમાં તેની ઝલક જોવા મળી હતી. તેમાં ફેયરિંગ-માઉન્ટેડ રિયરવ્યૂ મિરર્સ, સ્પિલ્ટ સીટ્સ, ટેલિસ્કોપિક ફ્રંટ ફોર્ક્સ , LED DRLs, અને પ્રોજેક્ટર હેડલેમ્પની સાથે સેમી ફેયરિંગ મળે છે. બજાજ પલ્સર 250ના બે વેરિએન્ટ-નેકેડ કે N250 અને સેમી-ફેયર્ડ 250F ને કંપનીએ હવે સત્તાવાર રીતે લોન્ચ કરી દીધી છે. 


આ પણ વાંચોઃ પડતા પર પાટું: આ તારીખથી બંધ થઈ જશે ફ્રી રાશન યોજના, ખાસ જાણો કારણ


આગામી સપ્તાહે શરૂ થઈ જશે Pulsar 250 ની ડિલીવરી
Bajaj Auto પોતાની નવી પલ્સર 250ના બે વેરિએન્ટની ડિલીવરી 10 નવેમ્બરથી શરૂ કરશે. તમને જણાવી દઈએ કે 20 વર્ષ પહેલા કંપનીએ આ દિવસે પલ્સરના પ્રથમ મોડલની ડિલીવરી શરૂ કરી હતી. 


જાણો નવી પલ્સરની કિંમત
Bajaj Pulsar 250 માં કંપનીએ DTS-i 4 સ્ટ્રોક ઓયલ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ બાઇક BS-6 ને અનુરૂપ છે. આ બાઇક 24.5 PS ની મેક્સિમમ પાવર અને 21.5 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકમાં કંપનીએ 5 સ્પીડ ટ્રાન્સમિશન મોડ આપ્યો છે અને સેમી ડિજિટલ મીટર આપ્યું છે અને સાથે ટેકોમીટર નીડલને યથાવત રાખ્યું છે. નવી Bajaj Pulsar 250 ની કિંમતની વાત કરીએ તો કંપનીએ તેને 1.5 લાખ રૂપિયાથી ઓછી કિંમતના સેગમેન્ટમાં રાખી છે. તેના Bajaj Pulsar N250 મોડલની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત 1,38,000 રૂપિયા અને  Bajaj Pulsar F250 ની કિંમત 1.40 લાખ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube