ભારતીય શેરબજારમાં સોમવારે સતત ચોથા દિવસે તેજી જોવા મળી રહી છે. આ સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી સતત ત્રીજા દિવસે ઐતિહાસિક લેવલ પર પહોંચ્યા. સોમવારે સેન્સેક્સ 65000ના સ્તરે પહોંચી ગયો. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકઆંક અત્યાર સુધીના હાઈ લેવલ પર છે. બજાર પૂંજી પણ 300 લાખ કરોડના સર્વાધિક ઉચ્ચ સ્તર પર છે. સોમવારે કારોબારની શરૂઆતમાં જ સેન્સેક્સ 65000 પોઈન્ટને પાર પહોંચી ગયો. બીજી બાજુ નિફ્ટીએ 19246.50 થી શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે પણ 19318 નો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો. શેરબજારમાં આ તેજી પાછળના કારણો ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેકોર્ડ વિદેશી રોકાણ
ભારતીય શેર બજારમાં સતત વિદેશી રોકાણ આવી રહ્યું છે. ઘરેલુ બજારના મજબૂત આંકડાથી પણ સ્ટોક માર્કેટને બૂમ મળી રહ્યું છે. શેરબજારના આંકડા જુઓ તો ઓગસ્ટ 2022 બાદ જૂન 2023માં સૌથી વધુ 47,148 કરોડનું વિદેશી રોકાણ થયું છે. આ  કારણે બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. 


મંદીની ચિંતા ઘટી
અમેરિકાના મજબૂત આંકડાથી મંદીની ચિંતા ઓછી થઈ છે. તેનાથી વૈશ્વિક બજારની સાથે સાથે ઘરેલુ બજારમાં પણ મજબૂતાઈ જોવા મળી રહી છે. અમેરિકી ફેડ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર ન કરવાનો સંકેત આપવામાં આવ્યો છે. 


રેકોર્ડ લેવલ પર GST કલેક્શન
જીએસટી કલેક્શન જૂન મહિનામાં વધીને રેકોર્ડ લેવલ પર પહોંચ્યુ છે. તેનાથી અર્થવ્યવસ્થાને મજબૂતાઈ મળી છે. નાણામંત્રાલય તરફથી બહાર પડેલા જૂન 2023ના જીએસટી આંકડા મુજબ જૂન 2023માં જીએસટીથી સરકારને 1.61 લાખ કરોડ રૂપિયા મળ્યા. જે વર્ષ પહેલાની સરખામણીએ 12 ટકા વધુ છે. આ અગાઉ મે મહિનામાં જીએસટી કલેક્શનમાં 12 ટકાનો વધારો થયો હતો. 


ક્રૂડ ઓઈલમાં નરમાઈ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલમાં લાંબા સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડના નીચલા સ્તર પર જવાથી ઘરેલુ બજારમાં પેટ્રોલ-ડીઝલના રેટ એક વર્ષથી લાંબા સમયથી બદલાયા નથી. સોમવારે WTI ક્રૂડ ઓઈલ ગગડીને 70.57 ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડ 75.37 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યું. ઓઈલના ભાવમાં ઘટાડાથી પણ બજારને મજબૂતાઈ મળી રહી છે. 


Alto અને WagonR કરતા પણ વધુ માઈલેજ આપે છે આ કાર, કિંમત પણ ઓછી, ખરીદવા માટે પડાપડી!


મહિનાની શરૂઆતમાં જ સરકારી કર્મચારીઓ માટે આવ્યા મોટા ખુશખબર, DA માં તોતિંગ વધારો


ભારતના આ રાજ્યમાં લોકોનો પગાર ભલેને હોય લાખોમાં એક પણ રુપિયો નથી જાતો ટેક્સમાં...


ડોલરની સરખામણીમાં રૂપિયો મજબૂત
અમેરિકી મુદ્રાની સરખામણીએ રૂપિયો સોમવારે શરૂઆતી ટ્રેડિંગમાં 33 પૈસા ઉછળીને 81.77 પ્રતિ ડોલર રહ્યો. એફડીઆઈના પૂંજી પ્રવાહ ચાલુ રહેવાથી અને ઘરેલુ શેરબજારમાં મજબૂત વલણથી રૂપિયાને સમર્થન મળ્યું. આંતરબેંક વિદેશી મુદ્રા વિનિમય બજારમાં ડોલરની સરખામણીએ ઘરેલુ રૂપિયો 82.01 પર ખુલ્યો અને ત્યારબાદ મજબૂત થઈને 81.77 સુધી પહોંચી ગયો. તે ગત બંધ ભાવની સરખામણીમાં 33 પૈસા તેજીમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube