નવી દિલ્હી: જો તમને વિદેશમાં નોકરી મળે અને કામ ફક્ત અલ્ગ-અલગ પ્રકારના બિસ્કિટ ચાખવાનું હોય તો કહેવાનું શું. આ કામ માટે કંપનીએ સેલેરી પેકેજ પણ એટલું જ રાખ્યું છે, જેના વિશે તમે સપનામાં પણ વિચાર્યું પણ નહી હોય. જોકે સેલરી પેકેજ સાંભળીને તમે વિચારશો કે આ મજાક છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ કોઇ મજાક નથી, સો ટકા સત્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાર્ષિક મળશે 40 હજાર પાઉન્ડ
જે પણ વ્યક્તિ નોકરી માટે સિલેક્ટ થશે, તેને વાર્ષિક 40 હજાર પાઉન્ડ (40 લાખ રૂપિયા)નું પેકેજ મળશે. આ ઉપરાંત વર્ષમાં 35 દિવસની રજા પણ મળશે. સ્કોટલેન્ડની બિસ્કિટ બનાવનાર કંપની બોર્ડર બિસ્કિટ્સ (Border Biscuits)એ માસ્ટ બિસ્કિટિયરના પદ માટે પોસ્ટ નિકાળી છે. તેમાં બિસ્કિટ ચાખનારની નોકરી ઓફર કરવામાં આવશે. 


આ માપદંડો પર થશે પસંદગી
આ નોકરી માટે સિલેક્શન આકરા માપદંડોને પાર કર્યા બાદ થશે. નોકરી જેટલી સરળ દેખાઇ રહી છે એટલું નથી. કંપનીનું કહેવું છે કે સિલેક્શન તે કેન્ડિડેટનું થશે જેમાં સ્વાદ અને બિસ્કિટ પ્રોડ્કશનનું ગાઢ નોલેજ હશે અને લીડરશિપ અને કોમ્યુનિકેશન સ્કિલ શાનદાર હશે. બોર્ડર બિસ્કિટ્સના એમડી પોલ પાર્કિંસના અનુસાર કંપની દેશભરના લોકોને એપ્લાઇ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. તેમનું એ પણ કહેવું છે કે કેટલાક સારા કેન્ડિડેટ્સને ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવશે. આ પોસ્ટ માટે વ્યક્તિને કંપની તરફથી માર્કેટમાં લોન્ચ થનાર લેટેસ્ટ બિસ્કિટ ચાખવા પડશે અને તેના વિઅશે પોતાની રાય આપવી પડશે. 


વર્ષભર માટે મફત મળશે બિસ્કિટ 
ઇન્ડીપેંડેટ વેબસાઇટના સમાચાર અનુસાર સિલેક્ટ થયેલા ઉમેદવારને સાથે જ વાર્ષિક ફ્રીમાં બિસ્કિટસ પણ ખાવા મળશે. આ જોબ એક ફૂટટાઇમ જોબ છે. કંપનીમાં હેડ ઓફ બ્રાંડ સૂજી કારલોનું કહેવું છે કંપની કસ્ટૅમર્સને સૌથી શાનદાર સ્વાદ અને ક્વાલિટીના બિસ્કિટ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube