હવે નહી ચાલે MRP ની મનમાની, ટૂંક સમયમાં કડક કાયદો લાવશે મોદી સરકાર
બજારમાં ઘણો ખાણીપીણીનો ઘણો સામાન એમઆરપી અથવા મોટાભાગે છૂટક ભાવ કરતા ભાવમાં ખુલ્લેઆમ વેચાઇ રહ્યો છે. સરકારે આ વાતનો સ્વિકાર કરી રહી છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં કેંદ્વીય મંત્રી રામવિલાસ પાસવાને સ્વિકાર્યું કે હોટલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ અથવા પછી મલ્ટીપ્લેક્સમાં એમઆરપી કરતાં વધુ કિંમતમાં સામાન વેચી રહ્યા છે. સરકારે સ્વિકાર કર્યો છે કે આ પ્રકારના મામલે કાર્યવાહી તો કરે છે, પરંતુ કોર્ટ વચ્ચે પડે છે. સરકારનું કહેવું છે તે આ મુદ્દે કાયદામાં સુધારો કરવા પર વિચાર કરી રહી છે.
નવી દિલ્હી: બજારમાં ઘણો ખાણીપીણીનો ઘણો સામાન એમઆરપી અથવા મોટાભાગે છૂટક ભાવ કરતા ભાવમાં ખુલ્લેઆમ વેચાઇ રહ્યો છે. સરકારે આ વાતનો સ્વિકાર કરી રહી છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં કેંદ્વીય મંત્રી રામવિલાસ પાસવાને સ્વિકાર્યું કે હોટલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ અથવા પછી મલ્ટીપ્લેક્સમાં એમઆરપી કરતાં વધુ કિંમતમાં સામાન વેચી રહ્યા છે. સરકારે સ્વિકાર કર્યો છે કે આ પ્રકારના મામલે કાર્યવાહી તો કરે છે, પરંતુ કોર્ટ વચ્ચે પડે છે. સરકારનું કહેવું છે તે આ મુદ્દે કાયદામાં સુધારો કરવા પર વિચાર કરી રહી છે.
5 રૂપિયામાં 40 કિમી દોડશે બાઇક, એન્જીનિયરે તૈયાર કરી હવાથી ચાલતી Air Bike
રામવિલાસ પાસવાને મંગળવારે કહ્યું કે સરકાર બોટલબંધા પાણી અને પેક ખાદ્ય પદાર્થોને એમઆરપી કરતાં વધુ ભાવમાં વેચવામાં મામલાને ગંભીરતાથી જોઇ રહ્યા છે. તેના માટે સરકાર લીગલ મેટ્રોલોજી કાનૂન 2009માં ફેરફાર કરશે.
લોકસભામાં પૂરક પ્રશ્નોના ઉત્તર જોતાં રામવિલાસ પાસવાને કહ્યું કે બોટલબંધ પાણી અને પેકિંગ ખાદ્ય પદાર્થોને એમઆરપી કરતાં વધુ ભાવે વેચવાની ફરિયાદો મળી શકે છે. તેમના પર આકરી કાર્યવાહી માટે પગલાં પણ ભર્યા હતા પરંતુ કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે.
Gujarat Budget 2019: નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યું ગુજરાત બજેટ, જાણો કોને શું મળ્યું
તેમણે કહ્યું કે આ ખોટું છે કે હોટલની બહાર કોઇ વસ્તુ ઓછા ભાવમાં મળે, હોટલની અંદર વધુમાં મળે. એરપોર્ટ પર, વિમાનની અંદર વધુ ભાવમાં મળે. આ યોગ્ય નથી. રામવિલાસ પાસવાને કહ્યું કે અમે 2015થી આ સંબંધમાં પગલાં ભરવાનું શરૂ કરી દીધા, પરંતુ અંતે કેસ કોર્ટમાં જતો રહે છે. તેનો શું ઉપાય છે, અમે આ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યા છે.