નવી દિલ્હી: ઇલેક્ટ્રિક સ્ટાર્ટઅપ બાઉન્સે ભારતમાં આજે પોતાનું બિલકુલ નવું ઇન્ફિનિટી ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી દીધું છે. જેની શરૂઆતી એક્સશો રૂમ કિંમત ફક્ત 36,000 રૂપિયા છે. આ કિંમત બેટરી વિનાના સ્કૂટરની છે. બેટરી સાથે આ સ્કૂટર તમને 68,999 રૂપિયામાં પડશે. કંપનીએ આજથી આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે અને ફક્ત 499 રૂપિયા આપીને આ ઇલેક્ટ્રિક સ્કૂટરને બુક કરી શકાશે. બાઉન્સ ડિસેમ્બરના મધ્યથી ઇન્ફિનિટીની ટેસ્ટ રાઇડ શરૂ કરશે. તો માર્ચ 2022 થી ગ્રાહકોને સોંપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'બેટરી ઇઝ અ સર્વિસ' વિકલ્પ
બાઉન્સે ઇન્ફિનિટીને 5 કલરમાં લોન્ચ કર્યું છે. આ સ્કૂટર બેટરી સાથે અને બેટરી વિનાના વિકલ્પમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. 'બેટરી ઇઝ અ સર્વિસ' વિકલ્પમાં ગ્રાહક આ EV ને બેટરી વિના પણ ખરીદી શકે છે. આ કિંમતથી કંપનીએ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેંટમાં ભારે મુકાબલો ઉભો કર્યો છે અને હવે બજાજ ચેતક ઇલેક્ટ્રિક, TVS આઇક્યૂબ, એથર 450X સાથે-સાથે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે આ ચિંતાની વાત છે કારણ કે તેમની ખૂબ વધુ છે. 

Mirzapur ના ફેમસ એક્ટરનું થયું અચાનક મોત, ફેન્સ લાગ્યો આંચકો


એક ચાર્જમાં 85 કિમી રેન્જ આપે છે
બાઉન્સ ઇન્ફિનિટી સાથે 2 કિલોવોટ-આરની લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે જે એક ચાર્જમાં 85 કિમી રેન્જ આપે છે. આ EV ની મેક્સિમમ સ્પીડ 65 કિમી/કલાક છે. બાઉન્સ ઇન્ફિનિટીમાં ડ્રેગ મોડ પણ આપવામાં આવ્યો છે, તેની મદદથી આ સ્કૂટર પંક્ચર થઇ જતાં પણ તેને ચલાવી શકાશે. નવા EV ને સ્માર્ટ એપ સાથે જોડી શકાશે જેથી ફીચર્સનો ઉપયોગ કરવામાં સરળતા રહેશે. 


રાજસ્થાન સ્થિત ભિવાડી પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ
કંપનીએ જાહેરાત કરી છે કે, 2021 માં 22Motors નું 100 ટકા અધિગ્રહણ લગભગ 52 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યું છે. આ ડીલના અંતગર્ત ઇલેક્ટ્રિક વાહન નિર્માતાએ 22Motors ના રાજસ્થાન સ્થિત ભિવાડી પ્લાન્ટ અને ત્યાંની સંપત્તિ પર અધિકાર જમાવી લીધો છે. આ પ્લાન્ટમાં વાર્ષિક 1,80,000 સ્કૂટર્સનું ઉત્પાદન કરવામાં આવી શકે છે. આ ઉપરાંત કંપનીએ દક્ષિણ ભારતમાં એક નવો પ્લાન્ટ શરૂ કરવાની નીતિની જાહેરાત કરી દીધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube