આ સરકારી કંપનીએ લોકોને બનાવ્યા કરોડપતિ, 1 લાખના કરી આપ્યા અધધ...
Multibagger Penny Stocks: આજે અમે તમને એક એવી સરકારી કંપની વિશે જણાવી રહ્યા છીએ જેમાં પૈસા લગાવ્યા બાદ રોકાણકારોને 1 લાખ રૂપિયાના 2.65 કરોડ થઈ ગયા છે.
BPCL Share Price: શેર બજારમાં પૈસા લગાવનાર રોકાણકારો માટે સારા સમાચાર છે. દો તમે પણ કોઈ સરકારી કંપનીમાં પૈસા લગાવ્યા છે તો તમને વધારે ફાયદો મળશે. આજે અમે તમને એક એવી સરકારી કંપની વિશે જણાવી રહ્યા છીએ, જેમાં પૈસા લગાવ્યા બાદ રોકાણકારોના 1 લાખ રૂપિયા 2.65 કરોડ થઈ ગયા છે. આ સરકારી કંપનીનું નામ BPCL છે, જેને રોકાણકારોને મોટું રિટર્ન આપ્યું છે.
કંપનીએ જાહેર કર્યા બોનસ શેર
ઈન્ડિયામાં સરકારી તેલ કંપની બીપીસીએલમાં પૈસા લગાવનાર રોકાણકારોના પૈસા માત્ર 23 વર્ષમાં કરોડોમાં બદલાઈ ગયા છે. આ કંપનીએ છેલ્લા 23 વર્ષમાં રોકાણકારોને ડિસેમ્બર 2000, જુલાઈ 2012, જુલાઈ 2016 અને જુલાઈ 2017 માં એક્સ બોનસ શેર આપ્યા છે. કંપનીએ શરૂના 3 વર્ષમાં 1:1 બોનસ શેર જાહેર કર્યા હતા. અને ત્યારે કંપનીએ વર્ષ 2017 માં 1: 2 બોનસ શેર જાહેર કર્યા હતા.
કેટલા મળ્યા બોનસ શેર
તમને જણાવી દઈએ કે, કંપની તરફથી જાહેર કરવામં આવેલા બોનસ અનુસાર, ડિસેમ્બર 2000 માં 1:1 બોનસ શેર જાહેર કર્યા હતા. જે બાદ તે 2 (1x2) થઈ ગયા. બાદમાં તે 4 (2x2) માં ફેરવાઈ ગયા. ત્યારે, જુલાઈ 2012 માં 1:1 બોનસ શેર જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જુલાઈ 2016 માં 1:1 બોનસ શેર જાહેર કર્યા બાદ આ શેર 8 (4x2) થઈ ગયા હશે. તમને જણાવી દઈએ કે, આ 8 બીપીસીએલ સ્ટોક 2017 માં બોનસ 1:2 બોનસ શેર જાહેર કર્યા બાદ 12 (8x1.5) થઈ ગયા હશે.
8000 થઈ ગયા બીપીસીએલના શેર
જો કોઈ રોકાણકારે આ સરકારી કંપનીમાં વર્ષ 2000 ની શરૂઆતમાં 1 લાખનું રોકાણ કર્યું હોય તો તેને આ કંપનીના સ્ટોક લગભગ 15 રૂપિયાના લેવલ પર મળતા. ઓગસ્ટ 2000 માં જો કોઈ રોકાણકારે એક લાખ રૂપિયા લગાવ્યા હશે તો તેની પાસે 6667 બીપીસીએલના શેર હશે. આ 6667 બીપીસીએલ શેર 2000 થી અત્યાર સુધી બોનસ શેર જાહેર થયા બાદ લગભગ 8000 બીપીસીએલ શેર થઈ ગયા હશે.
બોનસ શેર મળ્યા બાદ બન્યા કરોડપતિ
બીપીસીએલ શેર આજે સ્ટોક માર્કેટમાં 326.80 ના લેવલ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આજ કંપનીના સ્ટોક્સમાં1.37 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કોઈ રોકાણકાર આ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયા રોકાણ કર્યું હોય તો તેને આ પૈસા આજની તારીખમાં 2.65 કરોડ રૂપિયા થઈ ગયા હશે. આ સ્ટોકની કિંમત 15 રૂપિયાના લેવલથી વધીને 331 ના સ્તરે પહોંચી ગઈ છે. તેમાં લગભગ 22.12 ટકાનો વધારો થયો છે. આ પ્રકારે જોઈએ તો રોકાણકારોને 1 લાખ 22.12 લાખ થઈ ગયા હશે. પરંતુ જો આપણે તેમાં બોનસ શેરને જોડીએ તો તમારા આ પૈસા 2.65 કરોડ થઈ ગયા હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube