નવી દિલ્હી: સોનાની ખરીદવાનો સારો સમય છે. જ્યાં એક તરફ એમસીએક્સ પર સોનું રેકોર્ડ લેવલ પહોંચ્યા બાદ 10 હજાર રૂપિયા (Gold price) સસ્તું મળી રહ્યું છે. તો બીજી તરફ તનિષક જેવી મોટી બ્રાંડ સોનું સસ્તા ભાવે વેચી રહ્યું છે. જો તમે પણ સસ્તામાં સોનું ખરીદવા માંગો છો તો તમારી પાસે શાનદાર તક છે. તનિષ્ક (Tanishq), કલ્યાણ જ્વેલર્સ (Kalyan jewellers) જેવી બ્રાંડ ઓનલાઇન જ્વેલરી વેચી રહ્યા છે જ્યાં  તમે ફક્ત 100 રૂપિયામાં સોનું ખરીદી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

100 રૂપિયામાં સોનું ખરીદવાની તક
જોકે કોરોના સંક્રમણના વધ્યા બાદ ભારતમાં લગભગ તમામ જ્વેલર્સે ઓનલાઇન ગોલ્ડ વેચવાનું શરૂ કરી દીધું છે. લોકડાઉન બાદ, જ્વેલર્સએ પોતાની પારંપારિક રીતેન બદલીને હવે અલગ પ્રકારનો બિઝનેસ શરૂ કર્યો છે. આ ક્રમમાં હવે તનિષ્ક, કલ્યાણ જ્વેલર્સ જેવી મોટી બ્રાંડ પણ ઓનલાઇન જ્વેલરી વેચી રહ્યા છે. 

'Taarak Mehta'... ના આ એકટરને ઓળખ્યો તમે? રિયલ લાઇફમાં છે જેઠાલાલ સાથે ખાસ કનેક્શન


તમામ બ્રાંડની વેબસાઇટ પર વેચાઇ રહ્યું સસ્તું સોનું!
ટાટા ગ્રુપના તનિષ્ક, કલ્યાણ જ્વેલર્સ ઇન્ડીયા લિમિટેડ, પીસી જ્વેલર્સ લિમિટેડ અને સેનકો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ જેવા જ્વેલર્સ પોતાની વેબસાઇટ પર બિઝનેસ કરી રહ્યા છે. આ ઉપરાંત મોટી કંપની બીજી વેબસાઇટ સાથે ટાઇઅપના માધ્યમથી 100 રૂપિયા ($1.35)  કરતાં ઓછી કિંમતનું વેચી રહ્યા છે. તેનું નામ ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ રાખવામાં આવ્યું છે. તહેવારની સીઝન શરૂ થતાં જ હવે તેનો ટ્રેંડ વધી ગયો છે. ગ્રાહકો ઓછામાં ઓછું 1 ગ્રામ સોના માટે પર્યાપ્ત રોકાણ બાદ ડિલિવરી લઇ શકે છે. 

વિદેશ જનારાઓ માટે જરૂરી સમાચાર, બદલાઇ ગયા પાસપોર્ટના નિયમ, જાણો સમગ્ર પ્રોસેસ


ડિજિટલ ગોલ્ડનો ચાલી રહ્યો છે ગોલ્ડ
ડિજિટલ ગોલ્ડનું વેચાણ હવે ભારતમાં વધી રહ્યું છે. જોકે પહેલાં જ્વેલર્સ આમ ઓનલાઇન વેચવાનું ટાળતા હતા, તેમણે પોતાના સ્ટોર સુધી જ સીમિત રાખતા હતા કારણ કે ભારતમાં વ્યક્તિગત ખરીદી વધુ કરવામાં આવી રહી છે. મોબાઇલ વોલેટ અને પ્લેટફોર્મ જેવા ઓગમોંટ ગોલ્ડ ફોર ઓલ અને વર્લ્ડ કાન્સિલ સેફગોલ્ડ પ્રોડક્ટ રજૂ કરવાના છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube