Groundnut Oil Prices : દિવાળીના તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં મોટી વધઘટ થઈ રહી છે. ગત સમગ્ર ઓક્ટોબર મહિનામાં તેલના ભાવ ઘટી રહ્યા હતા. ત્યારે બરાબર દિવાળી પહેલા જ સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. દિવાળી પહેલાં સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 15 કિલો તેલના ડબ્બાનો ભાવ 2740એ પહોચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલોના ભાવમાં કમરતોડ વધારા બાદ હવે તેલના ભાવ ઘટી રહ્યાં છે. ખાસ કરીને માર્કેટમાં મગફળીની આવક વધવાનું કારણ પણ સિંગતેલના ભાવ ઘટાડા માટે જવાબદાર છે. પરંતુ એક મહિના સુધી સિંગતેલના ભાવમાં ઘડાટા બાદ ફરી એકવાર ભાવ વધારી દેવાયા છે. આજે સિંગતેલના ભાવમાં વધારો કરાયો છે. સિંગતેલ ખરા દિવાળી ટાંણે જ મોંઘુ બન્યું છે. 


મોદીએ ગૃહજિલ્લાનું ઋણ ઉતાર્યું, માદરેવતનને આપી 6 હજાર કરોડ રૂપિયાની ભેટ


ઓક્ટોબરમાં ઘટ્યા હતા ભાવ
ઓક્ટોબર મહિનો ગુજરાતીઓને ફળ્યો છે. ઓક્ટોબર મહિનાથી તેલના ભાવ સતત નીચે જઈ રહ્યાં હતા. આખા ઓક્ટોબર મહિનામાં ચાર વાર તેલના ભાવોમાં ઘટાડો થયો છે. ત્યારે બરાબર મહિનાના અંતમાં જ સિંગતેલના ભાવમાં વધારો કરાયો છે. જો હવે વધુ ભાવ વધશે તો લોકોની દિવાળી બગડી શકે છે. 


  • 3 ઓક્ટોબર - 15 રૂપિયાનો ઘટાડો

  • 10 ઓક્ટોબર - 15 રૂપિયાનો ઘટાડો

  • 13 ઓક્ટોબર - 20 રૂપિયાનો ઘટાડો 

  • 25 ઓક્ટોબર - સિંગતેલમાં 80 રૂપિયા અને કપાસિયા તેલમાં 20 રૂપિયાનો ઘટાડો 

  • 31 ઓક્ટોબર - 20 રૂપિયાનો વધારો 


ગુજરાતનું નોખુ ગામ : દીકરીના જન્મ પર અપાશે રૂપિયા, 51 વૃક્ષોના વાવેતરનો લીધો સંકલ્પ


સંગ્રહ ખોરોએ જુનો જથ્થો વેચવાનું શરૂ કરતાં ભાવમાં ઘટાડો થયો છે. સીંગતેલના ભાવમાં ઘટાડો થતા રાજકોટ સીંગતેલનો ડબ્બો 3000 ની પાર પહોંચ્યો હતો. પરંતું છેલ્લા દસ દિવસથી સીંગતેલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવકના પગલે તેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આમ, ટૂંક સમયમાં સીંગતેલની સીઝન અને શરૂઆત થશે ત્યારે હજી આવતા દિવસોમાં ભાવ ઘટે તેવી શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં બીજીવાર સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.


સિંગતેલના ભાવ ઘટવાનું એક કારણ એ પણ છે કે, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે. સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદથી મગફળીનું ઓછું ઉત્પાદન થયું છે. જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ 3000 રૂપિયાએ પહોંચી ગયો હતો. પરંતુ હવે માર્કેટમાં નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. જેથી તેલના ભાવમાં ઘટાડો થયો છે. 


દુલ્હનની જેમ સજાવાયું સ્ટેચ્યુ ઓફ યુનિટી, રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું SOU