Petrol-Diesel Price Today : ગુજરાતમાં આજથી મોંઘુ થયું પેટ્રોલ, હવે આ ભાવે વેચાશે પેટ્રોલ અને ડીઝલ, લેટેસ્ટ ભાવ
Petrol-Diesel Latest Price : મોટા સમાચાર: ગુજરાતમાં વધ્યા પેટ્રોલના ભાવ, ડીઝલમાં કોઈ ફેરફાર નહીં, જાણો લેટેસ્ટ રેટ પેટ્રોલ પંપ બંધ રહેવાની વાત માત્ર અફવા...પેટ્રોલ પંપ એસોસિયેશનના પ્રમુખે કરી સ્પષ્ટતા.. લોકોને લાઈનમાં ઉભા રહી પેટ્રોલ પુરાવવાની નથી જરૂર...સમગ્ર દેશમાંથી ટ્રક ડ્રાઈવરોની હડતાળ સમેટાઈ...
Petrol Price hike in Gujarat : નવા વર્ષે જ ગુજરાતીઓ પર મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાતમાં આજથી પેટ્રોલ મોંઘુ થયું છે. લેટેસ્ટ ભાવ મુજબ, આજથી ગુજરાતામં પેટ્રોલમાં 84 પૈસાનો વધારો થયો છે. જોકે, ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. દેશમાં સવારે 6 વાગ્યે ઈંઘણના ભાવમાં સુધારો થતા ફેરફાર થાય છે ત્યારે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે.
ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલનો નવો ભાવ (પ્રતિ લીટર)
- દિલ્હીમાં પેટ્રોલ 96.72 અને ડીઝલ 90.08
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27
- કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76
- ચેન્નઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 રૂપિયા
પેટ્રોલના ભાવ વધ્યા, ડીઝલના નહિ
દેશમાં રોજ સવારે ઈંધણના ભાવ બદલાય છે અને નવા ભાવ જાહેર કરવામાં આવે છે. ત્યારે આજના લેટેસ્ટ અપડેટ અનુસાર, દેશમાં ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દેશના ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, કોલકાત્તા અને ચેન્નાઈ સાથે ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં સીધો 84 પૈસાનો વધારો થયો છે. જોકે, રાહતના સમાચાર એ છે કે, ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી.
અમદાવાદ રિવરફ્રન્ટ પર મોટી દુર્ઘટના, વોક વે પર ફોટો પડાવવા જતા યુવક નદીમાં પડ્યો
કેમ વધ્યા ભાવ
ઈઝરાયલ અને હમાસ તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતો પર પડી રહી છે અને તેમા મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બુધવારે સવારે લગભગ 6 વાગ્યે WTI ક્રૂડ નજીવા વધારા સાથે $70.50 પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું હતું. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ ઘટીને $75.89 પ્રતિ બેરલ થઈ ગયું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. જેની અસર ગુજરાતના માર્કેટ પર પણ પડી છે.
ટ્રક ડ્રાઈવર્સની હડતાળ સમેટાઈ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિટ એન્ડ રનનો નવો કાયદો લાગુ ન કરવાની ખાતરી આપતાં ટ્રક ડ્રાઈવરોની હડતાળ સમેટાઈ. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે નવા હિટ એન્ડ રન કાયદાને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકોની હડતાળના કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ગૃહ વિભાગના પરિપત્રથી ફફડાટ! જેટલું ભેગું કર્યું છે, અધિકારીઓએ આપવો પડશે એનો હિસાબ