રાજકોટમાં આજે ખૂલતા બજારે ફરી સિંગતેલમાં ભાવમાં ભડકો, તેલના ભાવોને નડી ગયું માવઠું
Groundnut Oil prices Hike Again : માવઠાના કારણે સિંગતેલના ભાવમાં ફરી થયો વધારો.... સિંગતેલના ભાવમાં ડબ્બા દીઠ 20 રૂપિયાનો વધારો કરાયો... નવા ડબ્બાનો ભાવ 2735થી 2785 સુધી પહોંચ્યો..
Groundnut Oil Prices : ગુજરાતીઓને કમોસમી વરસાદનું માવઠું એવુ નડી ગયું કે તેની અસર સીધા તેલના ભાવો પર પડી. સૌરાષ્ટ્રભરમાં પડેલા માવઠાને કારણે સિંગતેલના ભાવ ઉંચકાયા છે. માવઠાના કારણે સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. આજે રાજકોટમાં ખૂલજા બજારે સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ સાથે જ સિંગતેલના નવા ડબ્બાનો ભાવ 2735થી 2785 રૂપિયા પર પહોંચી ગયો છે. તો કપાસિયા તેલના નવા ડબ્બાનો ભાવ 1610થી 1660 રૂપિયા પહોંચ્યો છે.
તેલના ભાવોને નડી ગયું માવઠું
સૌરાષ્ટ્રમાં માવઠું પડતા ખેત પેદાશ પર અસર જોવા મળી છે. વરસાદની સીધી અસર મગફળીના પાક પર થાય છે. જેને કારણે તેલના ભાવો પર વધઘટ થતી રહે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં રવિવારથી મન મૂકીને કમોસમી વરસાદ વરસ્યો છે. જેની અસર સિંગતેલના ભાવો પર પડી છે. આ કારણે સિંગતેલના ભાવ ઉંચકાયા છે. સિંગતેલના ડબ્બે રૂ. 20નો વધારો કરાયો છે. આજે ખૂલતા બજારે સિંગતેલનો બ્રાન્ડેડ નવા ડબ્બાનો ભાવ 2735 થી 2785 રૂપિયા રહ્યો. તો કપાસિયા તેલના નવા ડબ્બાનો ભાવ 1610 થી 1660 રૂપિયા રહ્યો છે.
કમોસમી વરસાદ બાદ ગુજરાત પર આવશે મોટી આફત, હવે આ સ્થિતિ માટે તૈયાર રહેજો
તેલના ભાવ ઘટવાને બદલે વધ્યા
ઉલ્લેખનીય છે કે, દિવાળી પહેલાથી જ ખાદ્ય તેલોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેલના ભાવોની સીધી અસર લોકોના બજેટને થાય છે. દિવાળી બાદ તેલના ભાવમાં ઘટાડો થશે તેવી આશા હતી, પરંતું કમોસમી વરસાદ તેમાં વિલન બન્યો છે. કમોસમી વરસાદને કારણે તેલના ભાવ ઘટવાને બદલી વધી રહ્યાં છે. તેથી લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે.
મોંઘવારીમાં લોકોએ ચા છોડી, તેલ-શેમ્પૂ-સાબુનો વપરાશ ઘટાડ્યો
દેશમાં ભલે પ્રીમિયમ પ્રોડક્ટની માંગ વધી રહી છે, પરંતુ લોકોએ મોંઘવારી વધતા જીવન જરૂરિયાતી વસ્તુઓ પર કાપ મૂક્યો છે. લોકોએ ખાણીપીણી, સાબુ-શેમ્પૂ, સિંગતેલ, ચા વગેરેના ખર્ચ પર મોટો કાપ મૂક્યો છે. બેંક ઓફ બરોડાના એક રિપોર્ટ અનુસાર, લોકોએ આવક ઘટતા પોતાની આદતો બદલી છે. મોંઘવારી વઘતા તેની અસર વોશિંગ પાવડર, ટૂથપેસ્ટ, સાબુ, મેગી જેવી વસ્તુઓ પર પડી છે. હેર ઓઈલ, ખાદ્યતેલ, શેમ્પૂ, ચા ઉપરાંત સિગારેટ, દારૂ પર કાપ મૂકાયો છે. કારણ છે લોકોની આવકમાં ઘટાડો. આવક ઘટવાને કારણે લોકો ગૃહ ઉપયોગી સામાનમાં મોટા પેકને બદલે નાના પાઉચની માંગ કરી રહ્યાં છે. આ ઉપરાંત આઈસ્ક્રીમનો વપરાશ પણ ઘટ્યો છે.
માનવામાં ન આવે તેવી ઘટના : કુદરતની કરામત કે વાતાવરણમાં પલટો, ભરશિયાળે આવી કેસર કેરી