Mahindra Scorpio-N Booking: મહિન્દ્ર એન્ડ મહિન્દ્રાએ તેમની નવી કાર સ્કોર્પિયો-એન એસયુવી લોન્ચ કરી છે. ત્યારે આવતીકાલ (30 જુલાઈ 2022) થી સ્કોર્પિયો-એન એસયુવી માટે બુકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. તેનું બુકિંગ સવારે 11 વાગ્યાથી કંપનીનાી સત્તાવાર વેબસાઈટ પર અને મહિન્દ્રા ડીલરશીપ પર શરૂ થશે. આ કારને 21 હજાર રૂપિયામાં બુક કરાવી શકો છો. જોકે, ડિલિવરી 26 સપ્ટેમ્બરથી કરવામાં આવશે. કાર નિર્માતાએ પહેલા જ તેમના તમામ પેટ્રોલ અને ડીઝલ વેરિયન્ટની કિંમતનો ખુલાસો કરી દીધો છે. જે 11.99 લાખથી 23.90 લાખ રૂપિયા વચ્ચે છે. તેનું સૌથી સસ્તું વેરિયન્ટ Z2 (પેટ્રોલ, મેન્યુઅલ ટ્રાન્સમિશન) છે, જેની કિંમત 11.99 લાખ રૂપિયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિન્દ્રા તરફથી શેર કરવામાં આવેલી જાણકારી અનુસાર, સ્કોર્પિયો-એન પર ફાયનાન્સ સ્કીમ FinN* હેઠળ 6.99 ટકાના આકર્ષક વ્યાજ દર પર મહત્તમ 10 વર્ષના સમયમર્યાદા માટે ઓન-રોડ કિંમત પર 100 ટકાની લોન ઓફર કરવામાં આવી રહી છે. મહિન્દ્રાએ કહ્યું કે બુકિંગ 'પહેલા આવો, પહેલા મેળવો'ના આધાર પર સ્વીકાર કરવામાં આવશે. પસંદગી કરવામાં આવેલા વેરિયન્ટ સાથે વાહનની ડિલિવરીની તારીખ નક્કી કરશે. બુકિંગથી પહેલા ગ્રાહકોએ ગાડીને કાર્ટમાં ઉમેરવાની જરૂર છે. જે મહિન્દ્રાની વેબસાઈટ પર જઈને કરી શકાય છે. વેબસાઈટ પર તેના બુકિંગ પેજ પર 'Add to Cart' વિકલ્પ ચૂકી જશો.


ભારતના આ રાજ્યમાં મંકીપોક્સનો પહેલો કેસ આવ્યો સામે, જોઈ ડોક્ટરના ઉડ્યા હોશ


આ કિંમત માત્ર પહેલા 25,000 બુકિંગ માટે છે. ત્યારબાદ કંપની તેની કિંમતોમાં વધારો કરી શકે છે. આ કાર બે એન્જિન વિકલ્પોમાં રજૂ કરવામાં આવી છે. તેમાં એક 2.0 લીટર mStallion ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિનનો વિકલ્પ મળે છે, જે 197 bhp અને 380 Nm જનરેટ કરે છે. જ્યારે બીજા વિકલ્પમાં 2.2 લીટર mHawk ડીઝલ એન્જિનનો વિકલ્પ છે, જે  173 bhp અને 400 Nm જનરેટ કરવામાં સક્ષમ છે. ટ્રાન્સમિશન વિકલ્પોની વાત કરીએ તો તેમાં મહિન્દ્રાની 4 XPLOR 4WD સિસ્ટમ સાથે 6-સ્પીડ MT અને 6-સ્પીડ ટોર્ક-કન્વર્ટર AT મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube