બ્રિટિશ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીની વધારી મુશ્કેલી, હજુ રહેવું પડશે જેલમાં
દક્ષિણ-પશ્ચિમ લંડનનૈ વૈન્ડસવર્થ જેલમાં બંધ નીરવ મોદીને વીડિઓ લિંક દ્વારા જિલ્લા જજ ડેવિડ રોબિન્સનની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
લંડનઃ પંજાબ નેશનલ બેન્ક (PNB)ના 14,000 કરોડ રૂપિયા (આશરે બે બિલિયન અમેરિકી ડોલર)ના કૌભાંડના આરોપી ભાગેડૂ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીની મુશ્કેલી ફરી વધી ગઈ છે. લંડનના વેસ્ટમિન્સ્ટરની એક કોર્ટે ગુરૂવારે નિયમિત રજૂ કરવા દરમિયાન તેની ન્યાયિક કસ્ટડી 28 દિવસ માટે વધારી દીધી છે. આ મામલાની આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ થશે.
11 મેએ થશે અંતિમ સુનાવણી
દક્ષિણ-પશ્ચિમ લંડનનૈ વૈન્ડસવર્થ જેલમાં બંધ નીરવ મોદીને વીડિઓ લિંક દ્વારા જિલ્લા જજ ડેવિડ રોબિન્સનની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જજે કહ્યું, 'મને જણાવવામાં આવ્યું છે કે નીરવ મોદી મામલા પર 11 મેએ અંતિમ સુનાવણી નક્કી કરવામાં આવે છે. આ દિશામાં આગળની કાર્યવાહી જારી છે.' ત્યારબાદ તેમણે નીરવને આગામી 28 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. હવે આ મામલામાં વીડિઓ લિંક દ્વારા 27 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી થશે. અનુમાન છે કે નીરવના પ્રત્યર્પણ પર 11 મેએ શરૂ થનારી સુનાવણી 5 દિવસ સુધી ચાલશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube