મુંબઈઃ સોમવારે બજારમાં આવેલા રેકોર્ડ ઘટાડા બાદ મંગળવારે પણ બજાર 629 પોઈન્ટના ગાબડાં સાથે ખૂલ્યું હતું, પરંતુ થોડીવારમાં સેન્સેક્સમાં તેજી આવવા લાગી હતી. કારોબારના 45 મિનિટની અંદર જ બીએસઈ 500 પોઈન્ટ ઉપર ગયો હતો. દિવસ દરમિયાન બજારમાં ચઢાવ-ઉતાર જોવા મળી હતી. કારોબાર બંધ થયા બાદ સેન્સેક્સ 810.98 પોઈન્ટ નીચે આવી 30,579.09 પર બંધ થયો હતો. નિફ્ટી 230.70 પોઈન્ટના ઘટાડા સાથે 8,966.70 પોઈન્ટ પર બંધ થઈ હતી. બીએસઈ 2.58 ટકા અને નિફ્ટીમાં 2.51 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતી કારોબારમાં ઘટાડા બાદ બપોર સુધી તેજી જોવા મળી હતી, પરંતુ કારોબારના છેલ્લા સત્રમાં બજાર તૂટીને નીચે આવી ગયું હતું. સેન્સેક્સ અને નિફ્ટી પર યસ બેન્કના શેરમાં વધુ તેજી જોવા મળી હતી. યસ બેન્કના શેરમાં 60 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 માર્ચથી બીએસઈ ઇન્ડેક્સથી હટશે યસ બેન્કના શેર
બીએસઈના એક સર્કુલર પ્રમાણે યસ બેન્કના શેરોને 20 માર્ચથી બીએસઈ ઇન્ડેક્સથી હટાવવામાં આવશે. બીએસઈ 30ની વાત કરીએ તો તેમાં સામેલ કંપનીઓમાં બેન્કોના શેરો પર દબાવ મંગળવારે પણ રહ્યો હતો. એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ, બજાજ ફિનસર્વ, ઇન્ડસઇન્ડ વગેરેના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એનએસઈ પર ઝી એન્ટરટેઇનમેન્ટ, ઇન્ડસઇન્ડ બેન્ક, ઇન્ફ્રાટેલ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને બજાજ ફિનસર્વના શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. દમાની પરિવારે ઈન્ડિયી સીમેન્ટ્સમાં પોતાની ભાગીદારી વધારી, આ કારણે કંપનીના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. 


2020માં 10,727 પોઈન્ટ નીચે આવ્યો સેન્સેક્સ, 26 ટકા નીચે
અર્થવ્યવસ્થામાં આવી રહેલી મંદી અને પછી અચાનક કોરોના વાયરસના સંક્રમણ ફેલાવાથી વિશ્વભરમાં બજાર પડી રહી છે. અમેરિકી બજાર ડાઉ જોન્સમાં 3 કારોબારી દિવસની અંદર બે વાર લોઅર સર્કિટ લાગી ચુકી છે. બજાર સૌથી પહેલા 1987માં બ્કેલ મનડે દરમિયાન નીચે આવ્યું હતું. બજારમાં આટલી ઝડપી ઘટાડાની તુલના 1929ની મહામંદી સાથે કરવામાં આવી રહી છે. દેશના બજારોની વાત કરીએ તો 2020માં સેન્સેક્સ અત્યાર સુધી 10,727 પોઈન્ટ નીચે આવી ચુક્યો છે. 1 જાન્યુઆરીએ 41,306થી શરૂ બજાર 17 માર્ચે 30,579 પોઈન્ટ પર બંધ થયું છે. આ આશરે 26 ટકાનો ઘટાડો છે. આવી સ્થિતિને બીયર માર્કેટ પણ કહેવામાં આવે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બિઝનેસના અન્ય સમાચાર