Sensex-Nifty New High: સતત ચોથા દિવસે સેન્સેક્સ-નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો, બજાર ઐતિહાસિક સ્તર પર બંધ
Share Market Update: પ્રથમવાર સેન્સેક્સ 177 પોઈન્ટના વધારા સાથે 62,655 તો નિફ્ટી 55.30 પોઈન્ટના વધારા સાથે 18605 પોઈન્ટ પર બંધ થયો છે.
મુંબઈઃ Stock Market Closing On 29th November 2022: મંગળવારનું ટ્રેડિંગ સેશન ભારતીય શેર બજાર માટે ખુબ શાનદાર રહ્યું છે. સતત ચોથા દિવસે ભારતીય શેર બજારનો ઇન્ડેક્સ રેકોર્ડ સ્તરો પર પહોંચી ગયો. બીએસઈ સેન્સેક્સે 383 પોઈન્ટના ઉછાળા સાથે 62,887 પોઈન્ટના ઐતિહાસિક સ્તરોને દિવસના ટ્રેડ દરમિયાન ટચ કર્યો તો એનએસઈનો નિફ્ટી 116 પોઈન્ટના વધારા સાથે 18678 પોઈન્ટના લાઇફટામ હાઇ પર પહોંચ્યો હતો. પરંતુ બજાર બંધ થતાં પહેલા સેન્સેક્સ-નિફ્ટી પોતાના ઉપરી સ્તરોથી નીચે આવી ગયા હતા. તેમ છચાં પ્રથમવાસ સેક્સેક્સ 177 પોઈન્ટના વધારા સાથે 62,681 તો નિફ્ટી 55.30 પોઈન્ટના વધારા સાથે 18618 પોઈન્ટ પર બંધ થયો છે. બંને ઇન્ડેક્સ પ્રથમવાર આ સ્તર પર બંધ થયા છે.
સેક્ટરની સ્થિતિ
શેર બજારમાં આજે સૌથી મોટી તેજી એફએમસીજી સેક્ટરના શેરોમાં જોવા મળી છે. આ સિવાય બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ, એનર્જી અને કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ સેક્ટરના શેરોમાં પણ ચમક રહી. તો ઇન્ફ્રા, રિયલ એસ્ટેટ, ઓટો સેક્ટરમાં બિકવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલ કેપના શેરોમાં નફાખોરી જોવા મળી હતી. નિફ્ટીના 50 શેરમાં 25 શેર તેજીની સાથે તો 25 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરમાં 14 તેજીની સાથે તો 16 લાલ નિશાન પર બંધ થયા હતા.
આજના ટોપ ગેનર્સ અને લૂઝર્સ
સેન્સેક્સના ટોપ-30માં 14 કંપનીઓના શેર તેજી સાથે અને 16 કંપનીઓના શેર લાલ નિશાન પર બંધ થયા હતા. હિન્દુસ્તાન, યુનિલિવર, સનફાર્મા, નેસ્લે ઈન્ડિયા, ડો રેડ્ડી અને ટાટા સ્ટીલમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. તો ઇન્ડસઇન્ડ બેન્ક, બજાર ફાયનાન્સિયલ સર્વિસ, મારૂતિ સુઝુકી, પાવરગ્રિડ અને બબાજ ફાયનાન્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube