નવી દિલ્હી: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ નવુ પ્રિપેડ પ્લાન શરૂ કર્યો છે. જેમાં 75 રૂપિયા કંપની ગ્રાહકોને કોલિંગ અને ડેટા બેનિફિટ આપી રહી છે. જેમાં ગ્રાહકને 10 દિવસ સુધી 2 જીબી ડેટા મળશે એટલે કે 10 દિવસની વેલિડીટિમાં 20 જીબી  સુધીનો ઇન્ટરનેટ ડેટા મળશે, આ પ્લાન BSNLના તમામ 22 સર્કલમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનલિમિટેડ વીડિયો કોલિંગ પણ કરી શકો છો
આ પ્લાનમાં કંપની તમને અનલિમિટેડ વીડિયો કોલિંગનુ પણ ઓપ્શન આપી રહી છે. આ સેવાને ચાલુ કરવા માટે 123 પર ‘STV COMBO78’ લખીને મેસેજ કરવાનો રહેશે. 


પહેલાથી જ હતો STV 78નો પ્લાન 
બીએસએનએલમાં પહેલાથી જ STV 78 પ્લાન કરી આપી રહી છે. પણ હવે આ રિચાર્જ પ્લાનમાં લોન્ચ થવાથી ગ્રાહકોને વધારે ફાયદો થાય તેવો કંપનીને હેતું છે. 


1097માં આખું વર્ષ કરો ફ્રીમાં વાત 
બીએસએનએલમાં આ પહેલા 1097 રૂપિયામાં વાર્ષિક પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં 365 દિવસમાં 25 જીબી ડેટા મળી રહ્યો છે. સાથે જ અનલિમીડેટ કોલિંહગનો પણ બેનિફિટ મળી રહ્યો છે. આ પ્લાન કોલકત્તા સર્કલ માટે લોન્ચ કરવામાં આવ્યો હતો.