નવી દિલ્હી : BSNL એ દિવાળી અને દશેરાના દિવસોમાં પોતાના ગ્રાહકો માટે કેટલાક ખાસ પ્રીપેડ પ્લાન જાહેર કર્યા હતા. જોકે આ પ્લાનમાં ખાસ કોઇ ફાયદા મળતા ન હતા. હવે કંપનીએ આ  પૈકી STV 29 પ્લાનમાં સુધારો કર્યો છે અને ગ્રાહકો માટે ફાયદાવાળો બનાવ્યો છે. Telecom Talk ના રિપોર્ટ અનુસાર હવે ગ્રાહકોને આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગ કોઇ પણ FUP લિમિટ સાથે કરી શકશે. જોકે મુંબઇ અને દિલ્હી સર્કલમાં કરવામાં આવનાર કોલનો સ્ટાર્ન્ડડ રેટના હિસાબે ચાર્જ વસુલાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રીપેડ પ્લાન 7 દિવસની વેલિડિટી સાથે આવતો હતો અને આ પ્લાનમાં 300 લોકલ અને નેશનલ SMS પણ મળતા હતા. આ ઉપરાંત ગ્રાહકોને 1 જીબી 2G / 3G ડાટા પણ મળશે. ગ્રાહકોને આ પ્લાનમાં ફ્રી PRBT ( કોલર રિંગ ટોન ) ફાયદો પણ મળશે અને અનલિમિટેડ ગીત બદલી શકશે. 


આ અગાઉ આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ કોલિંગ, 100 ફ્રી એસએમએસ દરરોજ અને 2 જીબી ડાટા મળતો હતો. જે કુલ વેલિડિટી 14 જીબી હતી. જેનાથી એ માલુમ થાય છે તે કંપનીએ એસએમએસ અને ડાડા ફાયદો ઘટાડી દીધો છે પરંતુ ગ્રાહકોને ફ્રી કોલર ટ્યૂન અને કોઇ લિમિટ વગર લોકલ અને નેશનલ કોલિંગ સુવિધા વધારી છે. 


આપને જણાવી દઇએ કે, રિલાયન્સ જીયોનો એક 52 રૂપિયાનો પ્લાન છે. જે અનલિમિટેડ વોઇસ કોલ્સ અને 150 એમબી દરરોજ ડાટા આપે છે જેની વેલિડિટી સાત દિવસની છે. આ પ્રકારે એરટેલ અને વોડાફોન પણ ક્રમશ: 59 રૂપિયા અને 47 રૂપિયાનો પ્લાન આપે છે જે અનલિમિટેડ કોલિંગ સાથે ડાટા બેનિફિટ્સ આપે છે. 


વેપાર સમાચાર જાણવા અહીં ક્લિક કરો