BSNLની નવી સર્વિસ : નેટવર્ક વગર પણ 92 રૂપિયામાં આખો મહિનો કરો અનલિમિટેડ `કોલ`
જો તમે એવા કોઈ વિસ્તારમાં રહો છો જ્યાં મોબાઇલ નેટવર્ક નથી આવતું તો બીએસએનએલ તમારા માટે એક નવી સર્વિસ લઈને આવી રહ્યું છે
નવી દિલ્હી : જો તમે એવા કોઈ વિસ્તારમાં રહો છો જ્યાં મોબાઇલ નેટવર્ક નથી આવતું તો બીએસએનએલ તમારા માટે એક નવી સર્વિસ લઈને આવી રહ્યું છે. ટેલિકોમ કંપની તરફથી શરૂ થનારી આ સુવિધાને કારણે તમે બેઝમેન્ટ અને હાઇરાઇસ જેવા વિસ્તારોમાં જ્યાં નેટવર્ક નથી ત્યાંથી પણ સરળતાથી કોલ કરી શકશો. આ એક ઇન્ટરનેટ કોલ હશે જેના માટે તમારે બીએસએનએલની અલગ સર્વિસ લેવી પડશે. હકીકતમાં BSNLએ Wings એપ લોન્ચ કરી છે. આમાં નેટવર્ક ન હોય એવી સ્થિતિમાં પણ યુઝર્સ વાઇફાઇથી ઇન્ટરનેટ કોલિંગ કરી શકશે.
BSNL Wings ભારતની પહેલી ઇન્ટરનેટ ટેલિફોન સર્વિસ છે જે યુઝરને મોબાઇલ એપ મારફતે કોઈપણ નંબર પર કોલ કરવાની સુવિધા આપે છે. આના માધ્યમથી યુઝર દેશમાં કોઈપણ મોબાઇલ નંબર પર અનલિમિટેડ વોઇસ કોલ કરી શકે છે. જો તમારે દેશથી બહાર વિદેશ કોલ કરવો હશે તો અલગથી ચૂકવણી કરવી પડશે. આ સર્વિસમાં વીડિયો કોલિંગ ફિચર પણ શામેલ છે. Wings એપથી કોલ કરવા માટે યુઝર કોઈપણ 2G, 3G, 4G સેલ્યુલર નેટવર્ક સિવાય કોઈપણ Wifiનો ઉપયોગ કરી શકે છે.
અનિલ અંબાણીની કંપનીએ ફુંક્યું દેવાળું, ચોંકાવનારી વિગતો એક ક્લિક પર
આ સર્વિસ વાપરવા માટે પ્લેસ્ટોરથી એપ ડાઉનલોડ કર્યા પછી 1,099 રૂપિયાની ચુકવણી કરો. પેમેન્ટ કર્યા પછી તમારા સ્માર્ટફોન પર વિંગ્સ એપ એક વર્ષ માટે એક્ટિવેટ થઈ જશે. આ એપ સિવાય યુઝર્સે એસઆઇપી (Session Initiation Protocol) પણ ડાઉનલોડ કરવું પડશે જેના પછી યુઝરને 10 આંકડાવાળું સબસ્ક્રિપ્શન આઇડી મોકલવામાં આવશે અને પછી રજિસ્ટર્ડ મેલ આઇડી પર 16 આંકડાનો પીન મોકલવામાં આવશે. આ પીન એન્ટર કર્યા પછી તમે Wings સર્વિસનો લાભ ઉઠાવી શકશો.