નવી દિલ્હી: નાણામંત્રી અરૂણ જેટલીએ પોતાના બજેટ ભાષણમાં દેશના સિનિયર સિટિજન્સ માટે મોટી જાહેરાત કરી છે. દેશના વૃદ્ધોને વિભિન્ન થાપણો પર મળનાર 50,000 રૂપિયા સુધી વ્યાજ પર હવે ટેક્સ છૂટ મળશે. પહેલાં 10,000 રૂપિયા હતી. કલમ 80ડી હેથળ આરોગ્ય વિમા પ્રીમિયમ અને તબીબી ખર્ચ માટે કાપ મર્યાદા 30,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરી દેવામાં આવી છે. કલમ 80ડીડીબી હેઠળ કેટલીક વિશેષ ગંભીર બિમારીઓ પર તબીબી ખર્ચ માટે કાપ મર્યાદા 60,000 રૂપિયા (વરિષ્ઠ નાગરિકોના મમાલે) અને 80,000 રૂપિયા (અતિ વૃદ્ધ નાગરિકો મામલે)થી વધારીને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે જીવન વિમા નિગમ દ્વારા સંચાલિત ‘વડાપ્રધાન વય વંદન યોજના’માં રોકાણ કરવાની મર્યાદા 7.5 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. ત્મેઅણે ‘વડાપ્રધાન વય વંદન યોજના’ની સમયમર્યાદા 2020 સુધી વધારવાની જાહેરાત કરી. નાણામંત્રીએ ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઇ ફેરફાર કર્યો નથી. જો કે તેમણે જાહેરાત કરી છે કે પગારદાર કરદાતાઓને 40,000 રૂપિયાના માનક કાપનો લાભ આપવામાં આવશે. અરૂણ જેટલીએ કહ્યું કે 2.50 કરોડ પગારદાર અને પેંશનદારોને માનક કપાતનો લાભ મળશે. 


નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં એક મુખ્ય રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાની જાહેરાત કરી જેના હેઠળ દેશના 10 કરોડ ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયાનું હેલ્થકવર આપવામાં આવશે. તેમણે કહ્યું કે ‘હવે આપણા દેશના 10 કરોડ ગરીબ પરિવારોને સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક મુખ્ય રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરી રહ્યા છે. આ યોજના લગભગ 50 કરોડ લાભાર્થીઓને હોસ્પિટલમાં દ્રિતીય તથા તૃતિય દરજ્જાની દેખભાળ માટે પ્રતિ પરિવાર દર વર્ષે 5 લાખ રૂપિયા સુધી ઉપલબ્ધ કરાવવામાં આવશે.  


તેમણે ટીબીના દર્દીઓને પોષણ સંબંધી સહાયતા માટે 600 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી. આ પહેલ હેઠળ સારવાર કરી રહેલા દરેક ટીબી મરજીને 500 રૂપિયા આપવામાં આવશે. અરૂણ જેટલીએ 24 નવી સરકારી મેડિકલ કોલેજ ખોલવાની પણ જાહેરાત કરી.