મધ્યમવર્ગીય લોકોને મોદી સરકારે આપી ભેટ, 45 લાખ સુધીનું મકાન ખરીદતાં બચશે `7 લાખ રૂપિયા`, જાણો કેવી રીતે
મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણકાલીન બજેટ (Budget 2019)માં મધ્યમવર્ગીય લોકોને એક મોટી રાહત આપી છે. મધ્યમ વર્ગને પણ મોટી રાહત આપતાં નાણામંત્રીએ હોમ લોનના વ્યાજ પર મળનાર ઇનકમ ટેક્સ છૂટને 2 લાખથી વધારીને 3.5 લાખ રૂપિયા કરી દીધી છે. આ છૂટ 45 લાખ રૂપિયા સુધીના મકાન પર મળશે. આ છૂટ 31 માર્ચ 2020 સુધી ખરીદવામાં આવનાર ઘર માટે છે.
નવી દિલ્હી: મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણકાલીન બજેટ (Budget 2019)માં મધ્યમવર્ગીય લોકોને એક મોટી રાહત આપી છે. મધ્યમ વર્ગને પણ મોટી રાહત આપતાં નાણામંત્રીએ હોમ લોનના વ્યાજ પર મળનાર ઇનકમ ટેક્સ છૂટને 2 લાખથી વધારીને 3.5 લાખ રૂપિયા કરી દીધી છે. આ છૂટ 45 લાખ રૂપિયા સુધીના મકાન પર મળશે. આ છૂટ 31 માર્ચ 2020 સુધી ખરીદવામાં આવનાર ઘર માટે છે.
લોકસભામાં બજેટ રજૂ કરતાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે 45 લાખ રૂપિયા સુધીની કિંમત સસ્તા મકાન ખરીદવા માટે 31 માર્ચ 2020 સુધી લેવામાં આવેલી લોન પર વ્યાજ ચૂકવણી હેતુ 1.5 લાખ રૂપિયા સુધીની વધારાની છૂટની અનુમતિ આપવાનો પ્રસ્તાવ કરે છે.
Budget 2019: પેટ્રોલ-ડીઝલ થશે મોંઘુ, કસ્ટમ ડ્યૂટીમાં કર્યો વધારો
શું છે જોગવાઇ
હોમ લોનનો માસિક હપ્તો (EMI)માં મૂળધન અને વ્યાજ બંને સામેલ હોય છે. જો તમે હોમની ઇએમઆઇની ડિટેલ જોશો તો ખબર પડશે કે શરૂઆતના વર્ષોમાં વ્યાજની ભાગીદારી વધુ હોય છે અને મૂળ રકમ ઓછી હોય છે. હોમ લોનનો માસિક હપ્તો તમે બેંકને જેટલી રકમ આપો છો, તેમાં મૂળ રકમવાળા ભાગ પર તમે ઇનકમ ટેક્સ કાયદાની સેક્શન 80C હેઠળ ટેક્સ બચાવી શકો છો. આ પ્રકારે ઇનકમ ટેક્સ કાનૂનની સેક્શન 24 હેઠળ ઇનકમ ટેક્સમાં છૂટનો લાભ ઉઠાવી શકો છો.
બજેટ 2019: ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, પણ અમીરોએ હવે ભરવો પડશે વધુ ટેક્સ, જાણો અન્ય જાહેરાતો
સેક્શન 80C હેઠળ હોમ લોનની મૂળધનની રકમની ચૂકવણી પર વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ સામેલ છે. સાથે જ સેક્શન 24 અંતગર્ત પહેલાં કોઇ નાણાકીય વર્ષમાં વ્યાજની ચૂકવણી પર 2 લાખ રૂપિયા સુધીની રાહત મળતી હતી. તેને નાણા મંત્રીને વધારીને 3.5 લાખ સુધી કરી દીધી છે.
હોમ લોનના માસિક હપ્તાના રૂપમાં તમે જે રકમ બેંકને દર મહિને ચૂકવો છો તેમાં મૂળધન અને વ્યાજ, બંને સામેલ હોય છે. જો કોઇ વ્યક્તિ બેંકની રસીદ જોશો તો તેનો સ્પષ્ટ ઉલ્લેખ મળશે. આ ઉપરાંત લોન આપનાર બેંકની વેબસાઇટ પરથી ટેક્સ સ્ટેટમેંટ પણ કાઢીને તેની જાણકારી લઇ શકો છો.
Budget 2019 જો બજેટમાં થઇ આ મોટી જાહેરાતો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
પીએમ આવાસ યોજના હેઠળ પણ મળે છે ફાયદો
અત્રે ઉલ્લેખનીય છે કે ટેક્સ છૂટ ઉપરાંત વડાપ્રધાન આવાસ યોજના હેઠળ લોન લેનારાઓ માટે વ્યાજ દર પર સબસિડીનો ફાયદો મળે છે. આ સ્કીમ હેઠળ તમને હોમ લોનની વ્યાજ દર પર મળનાર 2.6 લાખ રૂપિયાની સબસિડીને થોડા સમય માટે વધારી દીધો છે.
તેમણે કહ્યું કે આ પ્રકારના સસ્તા મકાન ખરીદનાર વ્યક્તિને હવે 3.5 લાખ રૂપિયા સુધી વ્યાજ સંબંધી ઘટાડાનો લાભ મળશે. તેનાથી મધ્યમવર્ગીય મકાન ખરીદનારાઓને તેમના 15 વર્ષની અવધિવાળા લોન પર લગભગ 7 લાખ રૂપિયાનો લાભ થશે.