આ વર્ષનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે. તેમાં બાળકોને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ અપાવવાને તૈયારીઓ કરી રહેલા વાલીઓને માટે સારા સમાચાર મળી શકે છે. સરકાર એજ્યુકેશન સેક્ટરમાં કેટલીક સેવાઓમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ  (GST)ના દર પર ફરીથી વિચાર કરવા માટે તૈયાર છે. નાણા રાજ્ય મંત્રી શિવ પ્રતાપ શુક્લએ તાજેતરમાં જ તેની પુષ્ટિ કરી. તેમનું કહેવું છે કે જો સરકારને તેના પક્ષમાં મજબૂત આધાર મળશે તો તે શિક્ષણ ક્ષેત્રમાં GST ની સમીક્ષા પર વિચાર કરશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રંગની કાર ગત વર્ષે સૌથી વધુ વેચાઈ, લોકોને ઓછો પસંદ છે આ રંગ


નાણામંત્રી અરૂણ જેટલીને ભલામણ કરશે કેંદ્રીય મંત્રી
સમાચાર એજન્સી આઇએએનએસના સમાચાર અનુસાર કંસલ્ટિંગ ગ્રુપ સ્ટ્રેટફર્સ્ટ અને ઉદ્યોગ એકમ એસોચૌમની શિક્ષા, ઉદ્યોગ અને રોજગારની અપેક્ષાઓ પર બજેટ- પર્વે પરિચર્ચામાં પ્રતાપ શુક્લએ જણાવ્યું કે દરેક ક્ષેત્રમાં ટેક્સ ઘટાડવાની માંગ કરવામાં આવી રહી છે અને દેશને ચલાવવા માટે વિશાળ મહેસૂલની જરૂરિયાત છે, તમે શિક્ષણ ક્ષેત્રના ઘટકો પરના ટેક્સની સમીક્ષાની ભલામણો કરી શકે છે. પ્રતાપ શુક્લએ કહ્યું કે જો કેટલાક ઘટકો પર ટેક્સના દરોના પુનર્વિચારનું મજબૂત કારણ હોય તો હું તમને આશ્વસ્ત કરું છું કે આ મામલે નાણામંત્રી અરૂણ જેટલી સમક્ષ રાખીશ.

છ દિવસ બાદ સસ્તું થયું પેટ્રોલ, જાણો શું છે આજનો ભાવ


ક્યાં લાગે છે જીએસટી
જીએસટી (GST) વ્યવસ્થા જુલાઇ 2017માં લાગૂ થઇ હતી, તેની અસર શિક્ષણ પર પણ પડે છે. જોકે સરકારે પ્રી-સ્કૂલથી માંડીને હાયર સેકેંડરી સ્કૂલ અથવા તેની સમકક્ષને જીએસટીમાંથી છૂટ આપવામાં આવી હતી પરંતુ હાયર એજ્યુકેશનને તેના દાયરમાં રાખવામાં આવ્યું હતું. તેમાં ટ્રાંસપોર્ટેશન, કેટરિંગ, હાઉસકિપિંગ, પ્રવેશ અને પરીક્ષા કરવા પર જીએસટી લાગૂ કર્યો હતો. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ 1 જુલાઇ 2017 બાદ વિદ્યાર્થી પાસેથી GST વસૂલવાનું શરૂ કરી દીધું હતું.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં 24X7 કલાક કરો ખરીદી, અને મેળવો અઢળક ગિફ્ટ્સ


કેટલો લાગે છે જીએસટી
ઉદાહરણ તરીકે જો વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટે 1 વર્ષમાં 1 લાખ રૂપિયાની ફી ભરી રહ્યો હતો. તેને GST પહેલાં 3000 રૂપિયા ટેક્સ ચૂકવવો પડતો હતો પરંતુ GST લાગૂ થયા બાદ આ વધીને 15000 રૂપિયા વાર્ષિક થઇ ગયો. એટલે કે ટેક્સના દર અલગ-અલગ શૈક્ષણિક સેવાઓ પર 12% થી 18% ની આસપાસ છે.