મોદી સરકારના અંતિમ બજેટથી દરેક સેક્ટરને આશા છે, પરંતુ સૌથી વધુ આશા કર્મચારી વર્ગને છે. આ વર્ગ નોકરી તો કરે છે પરંતુ આર્થિક રીતે સુરક્ષા તેની સૌથી મોટી કમજોરી છે. એવામાં વચગાળા બજેટમાં મોદી સરકાર એવા કર્મચારીને મોટો ફાયદો થઇ શકે છે. સૂત્રોનું માનીએ તો વચગાળાના બજેતમાં ઇનફોર્મલ સેક્ટર માટે મોદી સરકાર મોટી ભેટ આપી શકે છે. સરકાર સૂક્ષ્મ અને લધુ ઉદ્યોગમાં સોશિયલ સિક્યોરિટીને લઇને મોટી જાહેરાત કરી શકે છે. જોકે સરકાર ઇચ્છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે ઇનફોર્મલ સેક્ટર
નાની અને મધ્યમ વર્ગની કંપનીઓ, જેના કર્મચારીઓની સંખ્યા રજિસ્ટર થતી નથી અને જે કંપનીઓમાં વધુ દૈનિક વેતનદાર મજૂર કામ કરે છે, એવી કંપનીઓ ઇનફોર્મલ સેક્ટરમાં સામેલ થાય છે. સરકાર પાસે કંપનીઓનો રેકોર્ડ તો નથી, પરંતુ વર્કર્સ વિશે જાણકારી હોતી નથી. આ કંપનીઓમાં ઓછા પગારમાં કર્મચારીઓ કામ કરે છે અને મોટાભાગના લોકો PF, ઇંશ્યોરન્સ જેવી સુવિધાઓ મળતી નથી. ઇનફોર્મલ સેક્ટરના મોટાભાગના લોકો ટેક્સના દાયરામાં આવતા નથી.

હવે 63 દિવસ સુધી જોવી નહી પડે રાહ, માત્ર 1 દિવસમાં જ ઈન્કમ ટેક્સ રિટર્ન


તો બીજી તરફ, જો ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરની વાત કરવામાં આવે તો આ સેક્ટરની કંપનીઓનો પુરો રેકોર્ડ અને ત્યાં કામ કરનાર કર્મચારીઓનો રેકોર્ડ પણ સરકાર પાસે હોય છે. આ કર્મકહરીઓને દરેક પ્રકારની સોશિયલ સિક્યોરિટીની સુવિધાઓ મળે છે. 


શું છે સરકારનો પ્લાન?
સરકાર માને છે કે ઇનફોર્મલ સેક્ટરમાં રોજગારની તકો વધી રહી છે. જો સોશિયલ સિક્યોરિટી લાગૂ કરવામાં આવે, તો લોકોનું વલણ વધશે અને એક નોકરીના રૂપમાં સિક્યોરિટી પણ મળશે. આંકડા જણાવે છે કે દેશમાં લગભગ 12 કરોડથી વધુ લોકો MSME સેક્ટરમાં કામ કરી રહ્યા છે, જ્યારે રજિસ્ટર અને બિન રજિસ્ટર લગભગ 5 કરોડથી વધુ MSME ઉપલબ્ધ છે. 

સુરતમાં તૈયાર થયેલી 'K9 વજ્ર ટેંક' સામે ફીક્કી પડે છે બોફોર્સ ટેંક, જાણો ખાસિયતો


GDP માં 27 ટકા યોગદાન
ઇનફોર્મલ સેક્ટરનું દેશના GDP માં લગભગ 27% નું યોગદાન છે. તેમાંથી 7% લગભગ મેન્યુફેક્ચરિંગમાં છે અને લગભગ 21% યોગદાન સર્વિસ ઇંડસ્ટ્રીનું છે. સરકારનું લક્ષ્ય છે કે ઇનફોર્મલ સેક્ટરમાં સોશિયલ સિક્યોરિટી દ્વારા ના ફક્ત નોકરીઓ ઉભી કરવામાં આવે પરંતુ ફોર્મલ સેક્ટર પર પડનાર દબાણને પણ ઓછું કરવામાં આવી શકે.