નવી દિલ્હી: શ્રમિક સંગઠનોના પ્રતિનિધિઓએ શનિવારે ન્યૂનતમ વેતન વધારી 20 હજાર રૂપિયા કરવા, ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના અંતર્ગત વર્ષના ઓછામાં ઓછા 200 દિવસ કામ સુનિશ્ચિત કરવા અને ઓછામાં ઓછા 6 હજાર રૂપિયા માસિક પેન્શન આપવાની માગ કરી છે. બજેટ પૂર્વે બેઠકમાં યૂનિયનોએ વેતનધારી તેમજ પેન્શન પ્રાપ્ત કરનાર લોકોની 10 લાખ રૂપિયા સુધીની આવકને આવકવેરાની મર્યાદાથી બહાર રાખવાની માગ કરી છે. તેમણે વરિષ્ઠ નાગરિકો માટે પણ આવકવેરાની મર્યાદા વધારી 8 લાખ રૂપિયા કરવાની માગ કરી છે.


વધુમાં વાંચો:- સતત ત્રીજા દિવસે પણ સસ્તુ થયું પેટ્રોલ-ડિઝલ, જાણો મહાનગરોના ભાવ


નોકરીયાતોને મળી શકે છે ખુશખબરી, આવકવેરા મુક્તિ મર્યાદા થઇ શકે છે 5 લાખ


બિઝનેસના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...