મુંબઇ: સ્થાનિક શેર બજારે સામાન્ય બજેટ પર ઉત્સાહીત પ્રતિક્રિયા આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું. બજેટ રજૂ થયા બાદ મુખ્ય સંવેદી ઇન્ડેક્સ સેંસેક્સ 400થી વધુ પોઇન્ટ તૂટ્યો અને નિફ્ટીમાં 100 પોઇન્ટનો ઘટાડો થયો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઇ)ના 30 શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ બપોરે 13:28 વાગે 414.38 પોઇન્ટ એટલે કે 1.04 ટકાના ઘટાડા સાથે 39,493.68 પર કારોબાર કરી રહ્યો હતો. આ પહેલાં સેંસેક્સ 39,481.01 સુધી તૂટ્યો જ્યારે સેંસેક્સ સવારે મજબૂતી સાથે 39,990.40 પર ખુલ્યો અને 40,032.41 સુધી ઉછળ્યો.


નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી પણ 121.75 પોઇન્ટ એટલે કે 1.02 ટકાના ઘટાડા સાથે 11,825 પર કારોબાર કરી રહ્યો હતો જ્યારે તે પહેલાં નિફ્ટી મજબૂતી સાથે 11,964.75 પર ખુલ્યા બાદ 11,981.75 સુધી ઉછળ્યો પરંતુ બજેટ શરૂ થયા બાદ 11,825 સુધી સરકી ગયો.