બજેટ 2019: ફક્ત થોડા મહિના માટે મળશે ટેક્સમાં રાહત! આ છે મોદી સરકારનો પ્લાન
આવતીકાલે મોદી સરકારે પોતાના કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કરશે. આ બજેટ વચગાળાનું હશે અથવા તેનાથી વધુ એ પણ ખબર પડશે, જ્યારે નાણામંત્રી પીયૂષ ગોયલ બજેટ સ્પીચ શરૂ કરશે. પરંતુ એટલું જરૂરી છે કે આ બજેટમાં ઘણી રસપ્રદ જાહેરાતો થઇ શકે છે.
નવી દિલ્હી: આવતીકાલે મોદી સરકારે પોતાના કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કરશે. આ બજેટ વચગાળાનું હશે અથવા તેનાથી વધુ એ પણ ખબર પડશે, જ્યારે નાણામંત્રી પીયૂષ ગોયલ બજેટ સ્પીચ શરૂ કરશે. પરંતુ એટલું જરૂરી છે કે આ બજેટમાં ઘણી રસપ્રદ જાહેરાતો થઇ શકે છે. કૃષિ ક્ષેત્રના સંકટને દૂર કરવાની સાથે-સાથે મધ્યમવર્ગને ટેક્સમાં રાહત આપવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર આગામી ચૂંટણી પહેલાં ખેડૂત અને મધ્યમ વર્ગને ખુશ કરવા માંગે છે.
ન વચગાળા ન પૂર્ણ, 1 ફ્રેબુઆરીએ ફક્ત 4 મહિના માટે બજેટ રજૂ કરશે સરકાર: નાણા મંત્રાલય
ટેક્સમાં રાહત આપશે સરકાર?
મોદી સરકાર ટેક્સમાં રાહત આપવા પર વિચાર કરી રહી છે. એવી ચર્ચાઓ રાજકીય વર્તુળથી માંડીને સામાન્ય માણસ વચ્ચે ચાલી રહી છે. પરંતુ શું હકિકતમાં ટેક્સમાં છૂટ મળશે, આ હજુ સુધી મોટો પ્રશ્ન છે. જો રાહત મળે છે તો તેની રૂપરેખા શું હશે? સૂત્રોના અનુસાર સરકાર બજેટમાં નાણાકીય વર્ષ 2019-20ના થોડા મહિનાઓ માટે જ ટેક્સમાં છૂટની જાહેરાત કરી શકે છે. જોકે સૂત્રો દાવો કરી રહ્યા છે કે બજેટ બાદ એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જો મોદી સરકાર ફરીથી સત્તામાં આવશે તો ટેક્સ છૂટને આખા નાણાકીય વર્ષ માટે લાગૂ કરી શકાશે.
વધી શકે છે સ્ટાડર્ડ ડિડક્શનની સીમા
નાણા મંત્રાલયના વધારાનો પીયૂષ ગોયલના હાથમાં છે. આ તેમનું પ્રથમ બજેટ હશે. સૂત્રોનું માનીએ તો પીયૂષ ગોયલ સ્ટાડર્ડ ડિડક્શનની સીમા 40 હજાર રૂપિયા વધારી શકે છે. અત્યારે 40 હજાર સુધી સીધા છૂટ મળે છે. સ્ટાડર્ડ ડિડક્શનની સીમા વધારવાથી ટેક્સપેયર્સને સીધો ફાયદો પહોંચી શકે છે. સાથે જ મેડિકલ ઇંશ્યોરન્સમાં પણ છૂટ મળવાની જાહેરાત થઇ શકે છે.
રદ્દી બની જશે તમારું PAN કાર્ડ, સરકારનો ફેંસલો, 31 માર્ચ પછી નહી લાગે કામ
બદલાઇ શકે છે ઇનકમ ટેક્સ સ્લેબ
સૂત્રોનું માનીએ તો નાણામંત્રી ઇનકમ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી શકે છે. ઇનકમ ટેક્સ સ્લેબમાં ફેરફારથી ટેક્સપેયર્સને મોટી રાહત મળવાની સંભાવના છે. અત્યારે ઇનકમ ટેક્સ સ્લેબમાં 2.50 લાખ રૂપિયા સુધી છૂટ મળે છે. આ ઉપરાંત 2.50-5 લાખ રૂપિયા વચ્ચે 5 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો સરકાર આ સ્લેબનો દાયરો વધારી શકે છે.
ખેડૂતોને આજે મળી શકે છે મોટી ભેટ, બજેટ પહેલાં મોદી સરકારે તૈયાર કર્યું કૃષિ પેકેજ
આવી શકે છે નવો સ્લેબ
ટેક્સપેયર્સને ફાયદો પહોંચાડવા માટે સરકાર એક ટેક્સ સ્લેબને ઉમેરી શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર હાલના ટેક્સ સ્લેબમાં કોઇ ખાસ ફેરફાર કરશે નહી, પરંતુ તેની જગ્યાએ એક સ્લેબને ઉમેરી શકે છે. 10 ટકાનો હોય શકે છે. તેમાં 5-10 લાખ રૂપિયાની આવકવાળાને મોટી રાહત મળી શકે છે. હજુ 5-10 લાખ રૂપિયા સુધી 20 ટકા ટેક્સ લાગે છે. ઇનકમ ટેક્સના હાલના સ્લેબ દર 5 ટકા, 20 ટકા અને 30 ટકા છે.
શું છે હાલનો ટેક્સ સ્લેબ
વાર્ષિક આવક | હાલનો ટેક્સ |
0-2.5 લાખ રૂપિયા | 0% |
2.5-5 લાખ રૂપિયા | 5% |
5-10 લાખ રૂપિયા | 20% |
10 લાખથી ઉપર | 30% |
કંઇક આવો હોઇ શકે છે નવો ટેક્સ સ્લેબ
વાર્ષિક આવક | હાલનો ટેક્સ |
0-2.5 લાખ રૂપિયા | 0% |
2.5-5 લાખ રૂપિયા | 5% |
5-10 લાખ રૂપિયા | 10% |
10-15 લાખ રૂપિયા | 20% |
15 લાખથી ઉપર | 30% |
નોંધ: સમાચારમાં આપેલી જાણકારી સૂત્રોના આધારે છે. ઝી ન્યૂઝ તેની સત્તાવાર પુષ્ટિ કરતું નથી.