નવી દિલ્હી: (Budget 2020) ભલે આજે સવારે 11 વાગે રજૂ થઇ રહ્યું છે. પરંતુ બજેટ રજૂ થતાં પહેલાં જ કેન્દ્રીય કર્મચારીઓની મોજ થઇ ગઇ છે. કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવાની છે. આ પહેલાં 1.1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને મોટો ફાયદો થશે. DA માં આ વધારો 1 જાન્યુઆરીથી લાગૂ થશે. હવે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થું 21 ટકા થઇ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારી સહયોગી વેબસાઇટ જી બીઝના અનુસાર 7મું પગાર પંચ લાગૂ થયા બાદ વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું રિવાઇઝ કરવામાં આવે છે. ગત વખતે DA 1 જુલાઇ 2019માં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે કેન્દ્રીય કર્મચારીઓનું DA 5 ટકા થયું હતું. આ વખતે DA માં એક ટકાનો ઘટાડો થયો છે. નવું મોંઘવારી ભથ્થું લાગૂ થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું DA 17% થી વધારીને 21% થઇ જશે.  

Budget 2020: શું તમે જાણો છો ક્યારે રજૂ થયું હતું દેશનું પ્રથમ બજેટ? સરળ શબ્દોમાં વાંચો બજેટનો ઇતિહાસ


વિકાસનો સ્કેલ
સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું AICPI (All India Consumer Price Index) ઇંડેક્સના પોઇન્ટ નક્કી થાય છે. નવેમ્બર 2019માં AICPI 328 પોઇન્ટ પર હતું જે ડિસેમ્બર 2019માં વધીને 330 થઇ ગયું છે. આ મુજબ DA માં 4% વધારો થશે.  

Budget 2020: થોડા કલાકોમાં રજૂ થશે બજેટ, વાંચો બજેટ સાથે જોડાયેલી રસપ્રદ વાતો


કેટલો ફાયદો થશે
મોંઘવારી ભથ્થું વધતાં અલગ-અલગ સ્તરના કર્મચારીઓની સેલારીમાં અલગ-અલગ ફેરફાર આવશે. જો કોઇ ફક્ત 1 સ્તરનો અધિકારી છે તો 4 ટકા ભથ્થું વધતાં માસિક પગારમાં 720 રૂપિયા વધશે. આ પ્રકારે સચિવ સ્તરના અધિકારીના પગારમાં 10 હજાર રૂપિયાનો વધારો થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે સવારે 11 વાગે બજેટ (Budget 2020) રજૂ કરશે. આખા દેશની નજર આજે નાણામંત્રી પર રહેશે. વેપાર જગતથી માંડીને સામાન્ય વ્યક્તિ તેમના બજેટનો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube