નવી દિલ્હી: સસ્તો ચીની સામાન (Chinese product) ખરીદવી હવે બસ સપનું રહી જશે. આગામી નાણાકીય બજેટ 2020 (Budget 2020)માં કેન્દ્ર સરકાર સસ્તા ચીની સામાન પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી રહી છે. કેન્દ્ર સરકારે એવી લગભગ 300 આઇટમોની યાદી તૈયાર કરી છે જે ચીનથી ભારત આવી રહી છે. તેના લીધે ઘરેલૂ ઉદ્યોગોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીના રોજ ચાર્જ વધારવાની જાહેરાત કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સસ્તા ચીની રમકડાં અને જૂતા છે સરકારના નિશાન પર
બજેટ સાથે જોડાયેલા અધિકારીઓના અનુસાર ચીનથી આયાત કરવામાં આવતા સસ્તા રમકડાં અને જૂતા સરકારના નિશાના પર છે. સસ્તા ચીની માલના લીધે ઘરેલૂ કંપનીઓને ભારે નુકસાન થઇ રહ્યું છે. અધિકારીના અનુસાર કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે નાણા મંત્રાલ્યને ભલામણ કરી છે કે વિદેશથી આયાત થનાર તમામ પ્રકારના રમકડાં પર 100 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવવામાં આવે. આ બધા રમકડાં પર સરકાર ફક્ત 20 ટકા આયાત ફી (Import Duty) વસૂલે છે. આ ઉપરાંત જૂતા પર આયાત ફી 40 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે. હાલ આ ઉત્પાદનો પર માત્ર 10-15 ટકા ઇમોર્ટ ડ્યૂટી છે. 


આ ઉત્પાદનો પર વધશે ઇમ્પોર્ટ ડ્યૂટી
સૂત્રોના અનુસાર કેન્દ્રીય નાણા મંત્રાલય ફર્નીચર, કોટેડ પેપર અને રબરના ઉત્પાદનો પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવા માટે તૈયાર છે. આગામી બજેટમાં આ ઉત્પાદનો 10-15 ટકાનો વધારો થઇ શકે છે. સ્થાનિક બજારમાં ઉત્પાદનો મોંઘા છે જેના લીધે મોટાભાગે ખરીદારો સસ્તા સામાનને વિદેશોથી આયાત કરાવે છે. 


ચીન સામાન વેચવા માટે અપનાવે બધી યુક્તિઓ
ઉલ્લેખનીય ચે કે ભારતના બજારમાં કબજો કરવા માટે ચીની કંપનીઓ તમામ યુક્તિઓ અપનાવી રહી છે. જોકે ઉત્પાદનોનો ચીનથી આયાત પર ભારત સરકારની નજર બની રહે છે. એટલા માટે હવે ચીન પોતાના સામાન વિયતનામ, ઇંડોનેશિયા અથવા કંબોડિયા જેવા આસિયાનો દેશોના માધ્યમથી મોકલવા લાગ્યા છે. જોકે સરકાર તમામ ઉત્પાદનો પર નજર રાખે છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube