અમદાવાદ :1 ફેબ્રુઆરી, 2020ના રોજ કેન્દ્રીય ફાઈનાન્સ મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સંસદમાં દેશનું બજેટ (budget 2020) રજૂ કરશે, તે સમયે ટેક્સમાં ઉતાર-ચઢાવ આવશે. પરંતુ શુ તમે જાણો છો કે, કેન્દ્રીય ફાઈનાન્સ બજેટ (Finance Ministry) રજૂ કરતા પહેલા આ તૈયારીઓમાં કેવા પ્રકારની ગુપ્તતા રાખવામાં આવે છે. આજના હાઈટેક સમયમાં જ્યારે કોઈ પણ સમાચાર ગુપ્ત રાખવા બહુ જ મુશ્કેલ કામ છે, ત્યારે આખરે કેન્દ્ર સરકાર કેવી રીતે પોતાના આખા બજેટને સિક્રેટ રાખવામાં સફળ બને છે. આ ગુપ્તતા જાળવવા માટે આજે પણ પરંપરાગત ગુપ્ત રીતને અપનાવવામાં આવે છે. બજેટ પ્રોસેસમાં સામલ થનારા લગભગ 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનું બજેટ રજૂ થવા સુધી આખી દુનિયા સાથે સંપર્ક તૂટી જાય છે. આજે અમે તમને બતાવીશું, બજેટની તૈયારીઓ સાથે જોડાયેલી કેટલીક રોચક બાબતો...


JNUના સાઈડ ઈફેક્ટ્સ : આ પ્રોજેક્ટ્સમાંથી દીપિકાને હાથ ધોવા પડ્યા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શીરા સેરેમનીથી થાય છે બજેટની તૈયારીઓ
બજેટની તૈયારી એક જટિલ અને ગંભીર પ્રોસેસ છે. પરંતુ સરકારે આ પ્રોસેસને થોડી હળવી કરવા માટે તેની શરૂઆત હલવા સેરેમેનથી કરી છે. એક મોટા કદની કઢાઈમાં હલવો બનાવવામાં આવે છે. બજેટમાં સામેલ થનારા વિવિધ મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓને આ હલવા સેરેમનીમાં બોલાવવામાં આવે છે. હલવા સેરેમનીને હકીકતામં બજેટ તૈયારીઓની ઔપચારિક શરૂઆત પણ માનવામાં આવે છે. 


10 દિવસ સુધી નજરકેદ રહે છે અધિકારી
સાંભળવામાં અજીબ લાગે છે, પણ સત્ય એ છે કે, ગુપ્તતા જાળવવા માટે 10 દિવસ સુધી બજેટ યોજના અને છાપકામ સાથે જોડાયેલ કોઈ પણ અધિકારી અને કર્મચારીને ઓફિસ છોડવાની પરમિશન હોતી નથી. આ દરમિયાન તમામ પુરુષ તેમજ મહિલા કર્મચારીઓને ફાઈનાન્સ મંત્રાલયમાં જ રહેવાનુ હોય છે. કર્મચારીઓના રહેવાના, ખાવાના તેમજ ન્હાવાની પણ વ્યવસ્થા પણ મંત્રાલયની અંદર જ કરવામાં આવે છે.


No phone Calls - No Internet
બજેટની તૈયારીઓ માટે સિલેક્ટેડ તમામ અધિકારીઓ અને કર્મચારીઓના પ્રાઈવેટ મોબાઈલ ફોન જમા કરી દેવામાં આવે છે. દસ દિવસો સુધી કોઈ પણ અધિકારી કે કર્મચારીને પોતાના પરિવાર કે સંબંધી સાથે વાતચીત કરવાની પરમિશન હોતી નથી. તમામ કર્મચારીઓ માત્ર સરકાર તરફથી બનાવવામાં આવેલ નીતિઓ અને યોજનાઓ પર જ કામ કરે છે. સોશિયલ સાઈટ્સ અને ઈમેઈલ સુધી કોઈ પણ પહોંચી શક્તુ નથી. મોબાઈલ અને ઈન્ટરનેટ બંધ રાખવા માટે આખા મંત્રાલયમાં સિગ્નલ જામર પણ લગાવી દેવાય છે.


કર્મચારીઓ માટે 24 કલાક તબીબો ખડેપગે રહે છે
10 દિવસો સુધી ઘર-પરિવાર અને રોજિંદાથી અલગ કામ કરનારા કર્મચારીઓની હેલ્થનું પણ પૂરતુ ધ્યાન રાખવામાં આવે છે. ફાઈનાન્સ મંત્રાલય તમામ કર્મચારીઓ માટે એક ડોક્ટરની ટીમ પણ તૈનાત રાખે છે. જોકે, તેઓને મુખ્ય બિલ્ડીંગથી બહાર જ રાખવામાં આવે છે. પરંતુ કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં અહી ડોક્ટર મોજૂદ જ હોય છે. આ દરમિયાન કોઈ પણ અધિકારી કે કર્મચારીને હોસ્પિટલમાં દાખલ થવાની મનાઈ ફરમાવાઈ હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક