Budget 2020: શું તમે જાણો છો ક્યારે રજૂ થયું હતું દેશનું પ્રથમ બજેટ? સરળ શબ્દોમાં વાંચો બજેટનો ઇતિહાસ
હવે થોડા જ કલાકોમાં નરેન્દ્ર મોદી સરકાર 2.0નું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ થશે. સામાન્ય જનતાથી માંડીને કોર્પોરેટની નજર આ બજેટ પર છે. આ વખતે બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) માટે પડકારો લઇને આવ્યું છે. ઘટતો જતો જીડીપી અને બેરોજગારી દેશ માટે સૌથી મોટી ચિંતા છે.
નવી દિલ્હી: હવે થોડા જ કલાકોમાં નરેન્દ્ર મોદી સરકાર 2.0નું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ થશે. સામાન્ય જનતાથી માંડીને કોર્પોરેટની નજર આ બજેટ પર છે. આ વખતે બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) માટે પડકારો લઇને આવ્યું છે. ઘટતો જતો જીડીપી અને બેરોજગારી દેશ માટે સૌથી મોટી ચિંતા છે. એવામાં દરેકને આશા છે કે નાણામંત્રીના પટારામાં તેમના માટે શું ખાસ હશે.
Budget 2020: થોડા કલાકોમાં રજૂ થશે બજેટ, વાંચો બજેટ સાથે જોડાયેલી રસપ્રદ વાતો
જોકે વર્ષ 2020-21નું બજેટ કેવું હશે તેનો ખુલાસો તો થોડા કલાકોમાં જ થઇ જશે. પરંતુ શું તમે બજેટના ઇતિહાસ વિશે જાણો છો.? શું તમને ખબર છે કે દેશનું પ્રથમ બજેટ ક્યારે રજૂ થયું હતું અથવા પછી કયા વ્યક્તિએ ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું? અમે અહીં તમને જણાવી રહ્યા છીએ બજેટના ઇતિહાસ વિશે...
Budget 2020: બજેટમાં સામાન્ય માણસ માટે નાણામંત્રી આ 11 મહત્વની જાહેરાતો કરી શકે છે
બજેટનો ઇતિહાસ
- દેશનું પ્રથમ બજેટ 7 એપ્રિલ 1860ના રોજ રજૂ થયું હતું.
- બ્રિટિશ સરકારના નાણામંત્રી જેમ્સ વિલ્સને પહેલું બજેટ રજૂ કર્યું હતું.
- આઝાદ ભારતમાં પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું.
- દેશના પહેલા નાણામંત્રી આર કે ષણમુખમ ચેટ્ટીએ પહેલું બજેટ રજૂ કર્યું હતું.
- બજેટને પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં જ છાપવામાં આવતું હતું.
- 1950માં બજેટ લીક થયા બાદ છાપકામની જગ્યા બદલવામાં આવી.
- રાષ્ટ્રપતિ ભવન બાદ બજેટની છાપકામ સિક્યોરિટી પ્રેસમાં થતીએ હતી.
- 1980થી બજેટનું છાપકમા નાણા મંત્રાલયની પ્રેસમાં થાય છે
- બજેટની પહેલી છાપકામ ફક્ત અંગ્રેજી ભાષામાં જ થતી હતી
- 1955056થી બજેટને હિંદીમાં છપાવવા લાગ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube