Economy Survey: ન વેચાયેલા ફ્લેટોની કિંમત ઓછી કરે બિલ્ડર, વિકાસ દર 6-6.5% રહેવાની સંભાવના
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ સત્રની શરૂઆતમાં આજે આર્થિક સર્વે 2019-20 (Economic Survey 2019-2020) સંસદમાં રજૂ કર્યો. તેમાં આગામી નાણાકીય વર્ષ (2021)માં જીડીપી 6-6.5% રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જોકે હાલના નાણાકીય વર્ષ (2019-2020)માં જીડીપી ગ્રોથ 5% રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ સત્રની શરૂઆતમાં આજે આર્થિક સર્વે 2019-20 (Economic Survey 2019-2020) સંસદમાં રજૂ કર્યો. તેમાં આગામી નાણાકીય વર્ષ (2021)માં જીડીપી 6-6.5% રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જોકે હાલના નાણાકીય વર્ષ (2019-2020)માં જીડીપી ગ્રોથ 5% રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે હાલના નાણાકીય વર્ષમાં ટેક્સ કલેક્શન અનુમાનથી ઓછું રહેવાની આશંકા છે. નાણાકીય નુકસાનને વધારવાની જરૂર પર ભાર મુકવામાં આવશે. સરકારી ખર્ચમાં સુધાર ઇકોનોમી માટે સારું રહેશે.
સર્વેમાં ખાસ વાત એ કહેવામાં આવી છે કે હાલ ફ્લેટની કિંમતો ખૂબ ઉંચી છે. જોકે બિલ્ડર વેચાયા વિનાના ફ્લેટોની કિંમતો ઓછી કરે. જોકે ઘરોની કિંમતોમાં તેજી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમાં ફૂડ સબસિડી ઓછી કરવામાં પણ ભલામણ કરવામાં આવી છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મોંઘવારી પર અસર પડી શકે ચે. ટેક્સ કલેક્શનમાં સુધાર જીએસટી રાજસ્વ પર નિર્ભર છે. સરકારી ખર્ચ વધારવા માટે સબસિડી ઓછી કરવાની જરૂર છે.
આ સાથે જ કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં દુનિયાભરમાં વિકાસમાં ઘટાડો આવશે. આ સાથે જ તેમાં કહેવામાં આવ્યું છે કે આ સાથે નાણાકીય નુકસાન વધી શકે છે. ગ્લોબલ ગ્રોથ નબળો રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખાદ્ય સબસિડીમાં ફેરફાર સંભવ છે. વૈશ્વિક તણાવનો એક્સપોર્ટ પર અસર પડી શકે છે. યૂએન-ઇરાનમાં તણવાથી રૂપિયો નબળો પડી શકે છે. યૂએસ-ઇરાનમાં તણાવથે રોકાણમાં ઘટાડો સંભવ છે. નાણાકીય નુકસાન ઓછું કરવા માટે ખાદ્ય સબસિડી ઓછી કરવી મહત્વપૂર્ણ છે.
સર્વેમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં રિકવરીના સંકેત બતાવવામાં આવ્યા છે. ઘરોના વેચાન વધતાં બેન્ક અને NBFCનો ફાયદો થશે. યૂએસ-ઇરાનમાં તણાવથી ક્રૂડ ઓઇલના ભાવ વધવાની સંભાવના છે. સરકારી ખર્ચ વધતાં ખાનગી રોકાણમાં વધારાની સંભાવના છે. હાલના નાણાકીય વર્ષની બીજી ત્રિમાસિકમાં ખતપમાં સુધારો થયો. એપ્રિલ-નવેમ્બરમાં FDI રોકાણ $2440 કરોડનું રહ્યું. આ સમયગાળામાં FPI રોકાણ $1260 કરોડ રહ્યું.
સદનના પટલ પર આર્થિક સર્વેને રજૂ કરવાની સાથે જ લોકસભામાં આજની સદનની કાર્યવાહી કરી દેવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube